26th January selfie contest

જલ્દી લગ્નના બંધનમાં બંધાશે સોનાક્ષી, સલીમ ખાનના ઘરની વહુ બનશે શત્રુઘ્નની દીકરી!

PC: https://zeenews.india.com

સોનાક્ષી સિન્હાના લગ્ન કે રિલેશન વિશે ક્યારેય કોઈ ચોક્કસ સમાચાર આવ્યા નથી, પરંતુ હવે કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી ટૂંક સમયમાં સોહેલ ખાનના સાળા બંટી સચદેવા સાથે લગ્ન કરવા જઈ રહી છે. સલમાન ખાને જ સોનાક્ષીનું 'દબંગ' ફિલ્મમાં ડેબ્યુ કરાવ્યું હતું અને અહીંથી તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી.

બોલિવુડ બબલના એક રિપોર્ટ અનુસાર, સોનાક્ષી સિંહાએ કહ્યું કે જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે જ તેને સાચો પ્રેમ થઈ ગયો હતો. પરંતુ, જેવુ તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું, તેણે તે છોકરાને ઓકે બાય કહ્યું. તેણે કહ્યું કે તેનો પહેલો પ્રેમ ઘણો ગંભીર હતો, જે 5 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો. જોકે તેણે આ છોકરાનું નામ જાહેર કર્યું નથી. એવું માનવામાં આવે છે કે તે બંટી સચદેવા તરફ ઈશારો કરી રહી છે.

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને બંટી સચદેવા ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. સોનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બંટી એક સેલ્ફ મેડ મેન છે અને તે ફક્ત તેના બેચલરહુડનો આનંદ માણવા માંગે છે. ઈન્ટરવ્યુમાં સોનાક્ષી સિંહાએ પોતાના પહેલા ગંભીર સંબંધ વિશે પણ જણાવ્યું હતું. તેણીએ કહ્યું, 'મને લાગે છે કે જ્યારે હું પહેલીવાર ગંભીર સંબંધમાં આવી ત્યારે મારી ઉંમર 21 કે 22 વર્ષની હોવી જોઈએ.' 

સોનાક્ષી સિંહાએ આગળ કહ્યું કે, તમારે હંમેશાં તમારા રિલેશન્સમાંથી શીખવુ જોઈએ અને આગળ વધવુ જોઈએ, કારણ કે દરેકની અલગ ઓળખ હોય છે, દરેકનું પોતાનું વ્યક્તિત્વ હોય છે. તમારે માત્ર એ વ્યક્તિને શોધવાની જરૂર છે, જે તમને સહન કરવા માટે તૈયાર હોય. હું ઘણુ બધુ શીખી છું. તમે બદલાઓ છો, આગળ વધો છો, તમારા અનુભવો તમારામાં ઘણા બધા બદલાવ લાવે છે. તમારે માત્ર એવા વ્યક્તિને શોધવાનો છે, જે તમને ઓળખે અને તમને પ્રેમ કરે.

તેણે કહ્યું, 'મારો આ સંબંધ પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો.' જ્યાં સુધી બંટી સચદેવા સાથે તેના લગ્નની વાત છે, 'દબંગ' અને 'રાઉડી રાઠોર' જેવી શ્રેષ્ઠ ફિલ્મોથી નામ કમાવનાર સોનાક્ષી ટૂંક સમયમાં જ ઈન્ડસ્ટ્રીના ભાઈજાનના પરિવારની સભ્ય બની શકે છે. જોકે આ અંગે ખાન પરિવાર કે સિંહા પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp