પાર્ટીમાં જવાને બદલે પતિ-દીકરા સાથે નવા વર્ષની ઉજવણી કરવા હરિદ્વાર પહોંચી સોનાલી
જ્યારે દરેક બોલિવૂડ સેલેબ નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીના મૂડમાં હોય છે, ત્યારે અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના પતિ અને પુત્ર સાથે આધ્યાત્મિક યાત્રા પર નીકળી છે. નવા વર્ષ પર પતિ અને પુત્ર સાથે હરિદ્વાર પહોંચેલી અભિનેત્રીએ ઘણા ફોટા શેર કર્યા છે. આ જોઈને તેના ચાહકો ખુશીથી આનંદવિભોર થઇ ગયા છે.
વર્ષનો તે સમય ફરીથી આવી ગયો છે, જ્યારે દરેક જણ તેની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને બોલિવૂડ સેલિબ્રિટીઝ. ભલે પરિવાર હોય કે મિત્રો સાથે, લગભગ દરેક સેલેબ સેલિબ્રેટરી ઉજવણીના મૂડમાં જોવા મળે છે. લોકોથી લઈને સોશિયલ મીડિયાના સ્ટાર્સ અને કલાકારો, તેઓ 2024ને આવકારવા માટે જોરદાર પાર્ટી કરી રહ્યા છે. જ્યારે મોટાભાગના સેલેબ્સ પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરવાનું પસંદ કરે છે, ત્યારે અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેના પતિ અને પુત્ર સાથે હરિદ્વાર ગયા છે. પુત્ર અને પતિ સાથે સોનાલીના નવા ફોટાની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સોનાલી બંદ્રેની વર્ષની શરૂઆત કરવાની રીત સૌથી અનોખી છે, કારણ કે અભિનેત્રીએ આ વર્ષે પાર્ટી છોડીને આધ્યાત્મિકતા તરફ જવાનું નક્કી કર્યું છે. E-રિક્ષાની સવારી સાથે હરિદ્વારની તેની ફેમિલી ટ્રીપ વિશે માહિતી આપતાં સોનાલીએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે. સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ અને પુત્ર રણવીર બહલ સાથે હરિદ્વાર પહોંચી ગઈ છે. ત્યાંથી અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લાંબા સમય બાદ પોતાના પુત્ર અને પતિને જોઈને લોકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે.
સોનાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પવિત્ર શહેર હરિદ્વારની સુંદર તસવીરો શેર કરી છે. ફોટામાં, સોનાલીએ 18 વર્ષના પુત્ર રણવીર સાથે તેની E-રિક્ષાની સવારી બતાવી હતી. મા અને દીકરો બંને હસતા હતા. એક ફોટોમાં ત્રણેય માતા ગંગાની આરતી કરી હતી. તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું, 'હરિદ્વારમાં E-રિક્ષા, કેબલ કારની સવારી, સૌથી અદ્ભુત ગંગા જી કી આરતી સાથે કેવો મજાનો દિવસ.'
સોનાલી બેન્દ્રેએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને તેના ઉત્તમ અભિનયની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. તેમની ફિલ્મોમાં 'હમ સાથ સાથ હૈ', 'જખ્મ', 'સરફરોશ', 'દિલજલે' અને ઘણી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. 48 વર્ષીય અભિનેત્રી સ્ટેજ 4 કેન્સર સામે પણ લડી ચુકી છે. તેણે ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા છે અને તેને રણવીર બહલ નામનો 18 વર્ષનો પુત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp