ગાંગુલી ઈચ્છે છે આ એક્ટર કરે તેની બાયોપિકમાં કામ, પણ પહેલા પૂરી કરવી પડશે આ શરત
બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટર નેહાની 5મી સિઝન શરૂ થઈ ગઈ છે. આ શોમાં નેહા સેલિબ્રિટીઝને તેમની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલા સવાલો પૂછે છે. આ અઠવાડિયે નેહાના શોનો હિસ્સો ક્રિકેટર સૌરવ ગાંગુલી બન્યો. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, તે ઈચ્છે છે કે તેની બાયોપિકમાં રિતિક રોશન કામ કરે. જોકે, એક્ટરે તેને માટે પોતાના ફિઝીક પર કામ કરવું પડશે, જેથી તેની બોડી મારા જેવી બની શકે.
View this post on InstagramA post shared by Neha Dhupia (@nehadhupia) on
નેહા ધૂપિયાએ ચેટ શોમાં સૌરવ ગાંગુલીને બાયોપિક વિશે પૂછ્યું તો તેણે કહ્યું- હું કોઈપણ એક્ટર વિશે નથી વિચારી શકતો, જે મોટા પડદા પર મારું કેરેક્ટર પ્લે કરે. જ્યારે નેહાએ કહ્યું- મને લાગે છે કે, રિતિક રોશન આ કેરેક્ટર પ્લે કરી શકે છે, તો સૌરવ ગાંગુલીએ કહ્યું- પરંતુ પહેલા તેણે મારા જેવી બોડી બનાવવી પડશે. ઘણા બધા લોકો કહેશે કે રિતિકનું શરીર કેવુ છે, તે કેટલો સારો દેખાય છે, અને તે કેટલો મસ્કુલર છે, લોકો કહેશે અરે, તારે રિતિક જેવી બોડી બનાવવી પડશે. પરંતુ, રિતિકે શરૂ થતા પહેલા જ મારા જેવી બોડી બનાવવી પડશે.
સૌરવ ગાંગુલીએ નેહાના શોમાં જણાવ્યું કે, કઈ રીતે તેની દીકરી તેને ટ્રોલ કરે છે. તેણે કહ્યું- મને યાદ છે હું રવિવારે કામ કરી રહ્યો હતો અને તે એ જ સમયે ઉઠી હતી. તેણે મને કહ્યું- જુઓ તમે સંડેના દિવસે પણ કામ કરો છો અને હું બપોરે 1 વાગ્યે ઉઠી છું. કારણ કે તેની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ઘણા બધા લોકો મને કહે છે કે, તમારી દીકરીને કહો કે તમને ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર ટ્રોલ ના કરે. તેની મરજી છે, તે પ્રમાણે તે કરે. કારણ કે હું જાણું છું કે, તે આ મજાકમાં કરે છે.
હાલમાં જ નેહા ધૂપિયાના શોમાં સૈફ અલી ખાન, સોનૂ સુદ અને નીના ગુપ્તા આવી ચુક્યા છે. જ્યાં તમામે પોતાની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલી કેટલીક વાતો જણાવી હતી.
જણાવી દઈએ કે, થોડાં દિવસો પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે, રિતિક રોશન ભારતીય ક્રિકેટના લીજેન્ડરી ખેલાડી રહેલા સૌરવ ગાંગુલીની બાયોપિકમાં કામ કરશે. રિતિક આ પહેલા મેથમેટિશિયન આનંદ કુમારની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરી ચુક્યો છે. આ ફિલ્મમાં રિતિકના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. રિતિક છેલ્લીવાર 'વોર' ફિલ્મ દ્વારા મોટા પડદા પર દેખાયો હતો, જે ખૂબ જ સફળ ફિલ્મ રહી હતી. રિતિક પોતાની હોમ પ્રોડક્શન 'ક્રિશ 4' માટે પણ તૈયારી કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp