સાઉથના સુપરસ્ટાર રામ ચરણે જણાવ્યું કેમ ‘જંજીર’ પછી બોલિવુડ ફિલ્મોમાં કામ ન કર્યુ

PC: popsugar.com

રામ ચરણ ફિલ્મ ‘RRR’ને લઈને છેલ્લે ચર્ચામાં આવેલો. એસ.એસ.રાજામૌલીની આ ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત જુનિયર NTR, બોલિવુડ એક્ટર અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ હતા. આ ફિલ્મની જબરદસ્ત સફળતાને જોતા હિન્દી પ્રેક્ષકોની વચ્ચે સાઉથની ફિલ્મોની વધી રહેલી પોપ્યુલારિટી પર વિવાદ ચાલ્યો હતો. બોલિવુડ એક્ટર સલમાન ખાન કહી ચૂક્યો છે કે, સાઉથની ફિલ્મો બોલિવુડમાં કમાલનું પ્રદર્શન કરી રહી છે, જ્યારે અમારી ફિલ્મો આટલી ચાલતી નથી. અંતે પ્રેક્ષકોને માત્ર એન્ટરટેઇનમેન્ટ જોઈએ, પછી તે ક્યાંથી પણ મળે. રામ ચરણ હિન્દી ફિલ્મ ‘જંજીર’માં બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સાથે જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે એક પણ બોલિવુડ ફિલ્મમાં જોવા મળ્યો નથી.

વર્ષ 2013મા રીલિઝ થયેલી ફિલ્મ ‘જંજીર’માં રામ ચરણે પ્રિયંકા સાથે કામ કર્યું હતું, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નહીં કરી શકી, પણ રામ ચરણ ‘જંજીર’ પછી કોઈ પણ હિન્દી ફિલ્મમાં જોવા નથી મળ્યો. તેના વિશે એક્ટરે રસપ્રદ જવાબ આપતા કહ્યું કે, ‘તે માત્ર વૃત્તિની વાત હોય છે. એવું નથી કે હું કરવા નથી ઈચ્છતો, હિન્દી ફિલ્મો જોઉં છું અને તેને પસંદ પણ કરું છું.’

રામ ચરણે આગળ કહ્યું કે, 'એસ.એસ.રાજામૌલીની આ ફિલ્મની સાથે જ કેમ આવું થવાનું હતું. ઈન્ડિયન હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે હું હંમેશાં તૈયાર રહું છું. RRR જેટલી તામિલ ફિલ્મ છે, તેટલી જ હિન્દી ફિલ્મ પણ છે, આ ફિલ્મ સમગ્ર દેશ માટે છે. અમે હવે પોતાની સીમાઓનો વિસ્તાર કરવાનો શરૂ કરી દીધો છે, અમે સમગ્ર દેશ પર ફોકસ કરી રહ્યા છીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp