કેમ સુહાના-અગસ્ત્યનો મજાક ઉડી રહ્યો છે, Archiesના રીલિઝ બાદ મીમ્સનું આવ્યું પૂર

PC: gadgets360.com

ઝોયા અખ્તરની ફિલ્મ ‘The Archies’થી ત્રણ સ્ટારકિડ્સ સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રીલિઝ થઈ હતી. ફિલ્મને લઈને દર્શકોના વિચાર મિશ્ર જોવા મળી રહ્યા છે. વાત એ છે કે જ્યારથી ફિલ્મ રીલિઝ થઈ છે, ત્યારથી શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદાને ટ્રોલ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ ખૂબ શેર કરવામાં આવી રહી છે. ‘The Archies’થી અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરની એક ક્લિપ શેર કરતા યુઝરે લખ્યું કે, ‘એક્ટિંગ અહી સમાપ્ત થાય છે.’

અન્ય એક યુઝરે એક બીજો વીડિયો શેર કરતા લખ્યું કે, ‘મેં ‘The Archies’ જોવાની હિંમત દેખાડી, પરંતુ આ સીન જોયા બાદ સહન ન કરી શક્યો.’ વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટા ભાગના યુઝર્સ 3 સ્ટારકિડ્સની એક્ટિંગની નિંદા કરી રહ્યા છે. ‘The Archies’ના મોટા ભાગના રિવ્યૂમાં તેના ખૂબ વખાણ થયા છે, પરંતુ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની એક્ટિંગ પર લોકના વિચાર મિશ્ર નજરે પડ્યા, જેનાથી નેપોટિઝ્મ પર બહેસને પ્રોત્સાહન મળ્યું છે.

ઝોયા અખ્તરના ડિરેક્શનમાં બનેલી ‘The Archies’માં વેદાંગ રૈના, મિહિર આહુજા, યુવરાજ મેંડા અને અદિતી ડોટે પણ લીડ રોલ કર્યો છે. ફિલ્મમાં ડાયલોગ્સ ફરહાન અખ્તરે લખ્યા છે. ફિલ્મ 1964ના સમયને દેખાડે છે. જ્યારથી ‘The Archies’ બનવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી સુહાના ખાન (શાહરુખ ખાનની દીકરી), અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનની પૌત્રી) અને ખુશી કપૂર (શ્રીદેવીની નાની દીકરી)ના ડેબ્યૂની વાત થઈ રહી હતી. જ્યારે ફિલ્મમાં અન્ય પણ ટેલેન્ટેડ એક્ટર્સ છે.

શું છે ફિલ્મની કહાની?

ફિલ્મની કહાની એકદમ સિમ્પલ છે અને આ સિમ્પલ કહાનીમાં ઝોયાએ પોતાના શાનદાર ડિરેક્શન અને યંગ એક્ટર્સે પોતાના ચુલબુલા અંદાજથી રંગ ભરી દીધા છે. ફિલ્મની શરૂઆત થાય છે આર્ચી (અગસ્ત્ય નંદા) પોતાના નાનકડા હિલ સ્ટેશન રિવરડેલના ઇતિહાસ બતાવવાથી. રિવરડેલને એક એંગ્લો ઇન્ડિયન કપલે ભારતની આઝાદી અગાઉ વસાવ્યું હતું. આઝાદી બાદ ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને બચેલા લોકો આ સુંદર હિલ સ્ટેશનમાં જ રહી ગયા. રિવરડેલની વચ્ચોવચ ગ્રીન પાર્ક નામની એક જગ્યા છે જેને સૌથી પહેલા વસાવવામાં આવી અને અહીંયા દરેક બાળક 5 વર્ષનું થવા પર ગ્રીન પાર્કમાં ઝાડ લગાવવામાં આવે છે.

આર્ચીના મિત્ર છે બેટ્ટી કપૂર (ખુશી કપૂર), જગહેડ (મિહિત આહુજા), રેજી (દેવાંગ રૈના), ડિલી (યુવરાજ મેંડા) અને એથલ (ડોટ). આ બધા સિવાય વેરોનિકા લૉજ (સુહાના ખાન) આર્ચીની ખાસ મિત્ર છે, જેને તે પોતાનું દિલ પણ આપી ચૂક્યો છે. વેરોનિકા બે વર્ષ બાદ લંડનથી પાછી રિવરડેલ આવી છે. તે પોતાના મિત્રો સાથે મળીને અભ્યાસ અને મસ્તી કરી રહી છે તો તેનો પિતા હાઈરમ લૉજ (અલી ખાન)નો કંઈક અલગ જ પ્લાન છે. હાઈરમ એક મોટો બિઝનેસમેન છે, જે રિવરડેલમાં એક મોટો પ્લાઝા બનાવવા માગે છે. તેના લોકેશન તરીકે તેણે ગ્રીન પાર્કને પસંદ કર્યો છે. આ કારણે ટાઉનમાં રહેતા લોકોને પરેશાની થવી વ્યાજબી છે. એવામાં આર્ચી અને તેના મિત્ર કેવી રીતે પાર્કને બચાવશે એ જોવા જેવી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp