Video: સાડી રિપીટ કરવા પર સુહાનાએ આલિયાને બનાવી દીધી રોલ મોડલ, થઇ ટ્રોલ

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવુડ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેની ફિલ્મ ધ આર્ચીસ ડિસેમ્બરમાં નેટફ્લિક્સ પર રીલિઝ થઇ રહી છે. તેની વચ્ચે સુહાના સતત પ્રમોશનમાં વ્યસ્ત છે. પણ આ બધાની વચ્ચે તે એવી વાતો કરી રહી છે, તેને લીધે સુહાના સોશિયલ મીજિયા પર ટ્રોલ્સના નિશાના પર આવી રહી છે. હાલમાં જ સુહાનાએ આલિયા ભટ્ટને રોલ મોડલ ગણાવી દીધી. ત્યાર બાદ તે ટ્રોલ થઇ રહી છે અને લોકો તેની તુલના અનન્યા પાંડેના સ્ટ્રગલવાળા નિવેદનથી કરી રહ્યા છે.
આ નિવેદનને લઇ ટ્રોલ થઇ સુહાના
પર્યાવરણ સંરક્ષણમાં યુવાઓની ભૂમિકામાં હાલમાં જ એક ચર્ચામાં સુહાના ખાને આલિયા ભટ્ટની પ્રશંસા કરી અને કહ્યું કે, નેશનલ એવોર્ડ્સમાં તેણે પોતાના લગ્નની સાડીને રિપીટ કરી, નવા કપડા ન લઈને તેણે પર્યાવરણ માટે ફાળો આપ્યો. સુહાનાએ કહ્યું, હાલમાં જ આલિયાએ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માટે ફરીથી પોતાના લગ્નની સાડી પહેરી હતી અને મને લાગે છે કે તે લોકોને પ્રભાવિત કરે છે. મને લાગે છે કે આ ખૂબ જ સુંદર મેસેજ હતો. જો આલિયા પોતાના વેડિંગની સાડી ફરીવાર પહેરી શકે છે તો આપણે પણ કોઇ પાર્ટી માટે એક આઉટફિટ ફરીવાર પહેરી શકીએ છીએ.
જોકે, એક ડ્રેસને રિપીટ કરી પર્યાવરણમાં ફાળો આપવાના તેના આ નિવેદનને લઇ સોશિયલ મીડિયા પર સુહાના ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આઉટફિટ્સને ફરીવાર પહેરવા એક સામાન્ય વાત છે. પણ સુહાનાએ જે રીતે આલિયાનું ઉદાહરણ આપતા તેને એક પ્રશંસનીય કામ ગણાવ્યું તે હેરાન કરનારી વાત છે.
Can't believe people have to go through such a struggle.. traumatizing.. these are the real achievers.. pic.twitter.com/hmppreEqjY
— Keh Ke Peheno (@coolfunnytshirt) November 28, 2023
એક યૂઝરે લખ્યું કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે લોકોએ આ પ્રકારના સ્ટ્રગલથી પસાર થવું પડી રહ્યું છે. દુખદ છે. આ લોકો ખરી ઉપલબ્ધિ હાંસલ કરનારા છે.
@sidkannan ananya pandey ki struggle toh kuch nahi hai iss pappa ki pari ke aage..uff prabhu aisi struggle sabko de.. https://t.co/JkjwJVaK1h
— @sharing_genes (@GenesSharing4) November 28, 2023
તો વધુ એક યૂઝરે લખ્યું કે, અનન્યા પાંડેનો સ્ટ્રગલ તો આની સામે કશો જ નથી. આ પાપાની પરીની આગળ...ભગવાન આવો સંઘર્ષ બધાને આપે.
Weeping…. https://t.co/cSqwlAH5sj
— Sanjeev Sanyal (@sanjeevsanyal) November 28, 2023
તો વધુ એક વ્યક્તિએ લખ્યું કે, શું મને રોલ મોડલ તરીકે માનવામાં આવી શકે છે, કારણ કે હું મારા કપડા બે વાર નહીં બલ્કે આખું વર્ષ રિપીટ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp