રાજકુમાર કોહલીના બેસણામાં સની દેઓલ હસતા દેખાતા ટ્રોલ, જુઓ Video

PC: bollywoodshaadis.com

હાલમાં જ બોલિવુડના જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને લઇ નિધન થયું હતું. રાજકુમાર કોહલી 93 વર્ષના હતા અને તેમણે બોલિવુડમાં જાની દુશ્મન અને નાગિન જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા મળી હતી. રવિવારે મુંબઈમાં તેમના દીકરા અને ફિલ્મ મેકર અરમાન કોહલીએ પિતાની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન રાખ્યું હતું. જેમાં બોલિવુડના તમામ મોટા અને જાણીતા નામો સામેલ થયા હતા.

આ પ્રાર્થના સભામાં અભિનેતા અને ભાજપના સાંસદ સની દેઓલનો એક વીડિયો જોઇ લોકો તેને અસહજ ગણાવી રહ્યા છે. આ પ્રાર્થના સભા દરમિયાન સની દેઓલ હંસી રહ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો અભિનેતાને ટ્રોલ કરી રહ્યા છે.

હસતો જોવા મળ્યો સની દેઓલ

પ્રેયર મીટ દરમિયાન જ્યારે સની દેઓલ વિંદુ દારા સિંહની સાથે વાત કરી રહ્યા હતા તો તે કોઈ વાત પર હસતા જોવા મળ્યા હતા. આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર જોવામાં આવ્યો તો લોકો પરેશાન થયા. સોશિયલ મીડિયા પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે, પ્રાર્થના સભા જેવી જગ્યા પર હસીને સની દેઓલ જે રીતે વર્તન કરી રહ્યો છે તે પોતાની નૈતિકતા ભૂલી ગયો છે. એક વ્યક્તિએ લખ્યું કે, આ પ્રાર્થના સભા છે કે પાર્ટી. ઘણાં લોકો આ વીડિયોને સંસ્કારોથી જોડીને જોઇ રહ્યા છે.

એક વ્યક્તિએ લખ્યું કે, સની દેઓલને શરમ આવવી જોઇએ. જ્યારથી તેની ફિલ્મ હિટ થઇ છે ત્યારથી તેની આદતો ખરાબ થઇ ગઇ છે. આમને એ પણ નથી દેખાઈ રહ્યું કે કોઇના નિધન પર કઇ રીતે શોક મનાવવાનો હોય છે. વધુ એક યૂઝરે લખ્યું કે, સની સર ભૂલી ગયા છે કે તેઓ કોઈના મોત પર આવ્યા છે.

અન્ય એક યૂઝરે લખ્યું કે, સની દેઓલ કેટલો શરમજનક છે, રાજકુમાર કોહલીના દીકરા અરમાનની સામે જ હસી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ કલાકારો પ્રાર્થના સભામાં સામેલ થયા

રાજકુમાર કોહલી માટે રાખવામાં આવેલી પ્રાર્થના સભામાં સની દેઓલ ઉપરાંત ઘણાં કલાકારો સામેલ થયા. જેમાં સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, શત્રુઘ્ન સિન્હા, રાજ બબ્બર, ફિલ્મ ડિરેક્ટર અબ્બાસ-મસ્તાન સહિત ઘણાં લોકો સામેલ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp