અક્ષયને કહેલું કે OMG-2 રીલિઝ ન કરે પણ માન્યો નહીં: સની દેઓલ
આ વર્ષે 15 ઓગસ્ટના સમયે રીલિઝ થયેલી ફિલ્મ ગદર-2એ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી. સ્વતંત્રતા દિવસના રોજ રીલિઝ થયેલી સની દેઓલની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી. જેનો દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. જણાવીએ કે, સની દેઓલની આ ફિલ્મની ટક્કર મોટા પરદે અક્ષય કુમારની ફિલ્મ OMG-2ની સાથે થઇ હતી. હવે સની દેઓલે જણાવ્યું કે ખેલાડી કુમાર સાથે તેની બંનેની ફિલ્મોની ટક્કરને લઇ વાત થઇ હતી.
સની દેઓલ હાલમાં જ પોતાના ભાઈ બોબી દેઓલ સાથે ચેટ શો કોફી વિથ કરણમાં જોવા મળ્યો. જણાવીએ કે કરણ જોહરના ચેટ શોની આ 8મી સીઝન છે. આ શોના બીજા એપિસોડમાં દેઓલ બંધુઓ જોવા મળ્યા. જ્યાં સની દેઓલે ફિલ્મની રીલિઝને લઇ વાત કરી હતી.
સની દેઓલે અક્ષય કુમારની ફિલ્મ OMG-2 સાથે ટક્કરને લઇ જણાવ્યું કે, મેં વિચાર્યું હતું કે ઠીક મારી કોઇ ફિલ્મ રીલિઝ થઇ રહી છે અને મેં વર્ષોથી સફળતા જોઇ નથી. જેથી હું નહોતો ઇચ્છતો કે આમાં કોઇ અન્ય પણ આવે. પણ તમે કોઇને રોકી શકતા નથી. તો દેખીતી વાત છે કે તમને આનાથી દુઃખ પહોંચે છે. પણ ત્યાર બાદ મેં વિચાર્યું કે આનાથી શું ફરક પડવાનો છે. જોઇએ શું થાય છે. અંતમાં બંને ફિલ્મોએ સારી કમાણી કરી.
સની દેઓલે જણાવ્યું કે તેણે અક્ષયને તેમની ફિલ્મોના ક્લેશને લઇ શું વાત કરી હતી અને આના પર અક્ષયે શું જવાબ આપ્યો હતો. સની બોલ્યો, દેખીતી વાત છે મેં અક્ષયને પૂછ્યું હતું. મેં કહ્યું પ્લીઝ આને રોકી દે જો વસ્તુ તારા હાથમાં હોય તો. પણ અક્ષયે કહ્યું કે, નહીં..સ્ટૂડિયો અને બાકી વસ્તુઓ. બે ફિલ્મો એક જ દિવસે રીલિઝ થઇ શકે છે. તો સનીએ કહ્યું કે, હા જરૂર..આગળ વધો. હું રિક્વેસ્ટ કરી શકું છું. આનાથી આગળ વધુ કશું કરી શકું નહીં.
સની દેઓલની ફિલ્મ ગદર-2એ બોક્સ ઓફિસ પર 525.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેનું વર્લ્ડવાઇડ કલેક્શન 686 કરોડ રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp