એલ્વિશને સપોર્ટ કરતા આલિયાથી નારાજ સ્વરા, 2 વર્ષ એવું બોલેલો કે ગુસ્સો આવી જાય

PC: mensxp.com

‘Big Boss OTT 2’ના વિજેતા એલ્વિશ યાદવના સમર્થનમાં આલિયા ભટ્ટે પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સને તેની પોસ્ટ પસંદ ન આવી અને ટ્રેને ખરું ખોટું સંભળાવવા લાગ્યા. હવે તેના પર સ્વરા ભાસ્કરે પ્રતિક્રિયા આપી છે. સ્વરા અને એલ્વિશ વચ્ચે વિવાદ ખૂબ જૂનો છે. ટ્વીટર પર બંને વચ્ચે મામલો એટલો વધી ગયો હતો કે ત્યારબાદ એક્ટ્રેસે એલ્વિશ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. આલિયા ભટ્ટે આ પ્રકારે એલ્વિશને સપોર્ટ કરવા પર સ્વરા ભાસ્કરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

એક યુઝરે આલિયાની આપત્તિજનક ટ્વીટને શેર કરી જેને સ્વરાએ રી-ટ્વીટ કરી છે. ‘Big Boss OTT 2’માં આલિયા ભટ્ટની સાવકી બહેન પૂજા ભટ્ટે પણ હિસ્સો લીધો હતો. શૉને એલ્વિશ જીતવામાં સફળ રહ્યો, ઇન્સ્ટાગ્રામ પર ફેન્સના સવાલોનો જવાબ આપતા આલિયા ભટ્ટે એલ્વિશના સપોર્ટમાં પોસ્ટ કરી. ત્યારબાદ આ વિવાદ થયો. ટ્વીટર પર એક યુઝરે આલિયાના આ પોસ્ટની નિંદા કરી. યુઝરે સ્વરા અને એલ્વિશ વચ્ચે થયેલા ટ્વીટર વૉરના સ્ક્રીન શૉટ શેર કર્યા.

તેની સાથે લખ્યું કે, ‘હેલ્લો આલિયા ભટ્ટ, આ એલ્વિશ યાદવ જેની તું પ્રશંસા કરી રહી છે મહિલાઓ પ્રત્યે તેના એટિટ્યુડ પર નજર નાખ, તેની જેટલી નિંદા કરવામાં આવે ઓછી છે. તે બેશરમી સાથે સ્વરા ભાસ્કરના યૌન શોષણમાં સામેલ છે. તારા જેવી એક્ટ્રેસ એટલી નીચે પડી ગઈ.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં સ્વરા ભાસ્કર અને એલ્વિશ વચ્ચે રાજનીતિક વિચારધારાને લઈને બહેસ થઈ હતી. પછી સ્વરા ભાસ્કરે તથ્યો સાથે સાબિત કર્યું હતું કે એલ્વિશ ખોટો છે. ત્યારબાદ એલ્વિશે એક્ટ્રેસ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો.

બુધવારે આલિયા ભટ્ટે આસ્ક મી એનીથિંગ’ સેશન કર્યો. એક ફેને તેને પૂછ્યું કે, ‘એલ્વિશ યાદવ બાબતે કંઈક થઈ જાય. આલિયા ભટ્ટે લખ્યું કે, “systummm.’ સાથે 2 રેડ હાર્ટનો ઇમોજી બનાવ્યા. આલિયા ભટ્ટની પોસ્ટ બાદ એલ્વિશે તરત જ પ્રતિક્રિયા આપી અને આલિયાની સ્ટોરીનો સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું કે, ‘આઈ લવ યુ.’ આગળ ત્રણ હાર્ટનો ઇમોજી પણ શેર કરી. આલિયા ભટ્ટે આ અગાઉ રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રમોશન દરમિયાન પણ એલ્વિશના વખાણ કર્યા હતા અને તેને ‘Big Boss OTT 2’નો રોકી કહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp