તારક મહેતાના પત્રકાર પોપટલાલની પ્રેમ કહાની છે અનોખી, જાણો શું કરે છે પત્ની

PC: zeenews.india.com

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવો શો છે, જે લાંબા સમયથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક કેરેક્ટરે આજે ઘરે-ઘરે પોતાની જગ્યા બનાવી લીધી છે અને આ પાત્રોની સમસ્યાને લોકો પોતાની સમસ્યા માની લે છે. ત્યારે જ તો બિચારા પત્રકાર પોપટલાલના લગ્ન કરાવવા માટે આખે-આખો દેશ લાગી ગયો છે. પરંતુ તમેં એ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો કે વાસ્તવિક જીવનમાં આ જ પોપટલાલ પરણિત છે ત્રણ બાળકોનો પિતા છે.

પરણિત છે પત્રકાર પોપટલાલ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં 'પત્રકાર પોપટલાલ'નું (Patrakar Popatlal) પાત્ર નિભાવનારા એક્ટર શ્યામ પાઠક (Shyam Pathak) એમ તો પોતાના લગ્નને લઈને હંમેશા ચિંતિત રહે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે પરણિત છે અને તેના ત્રણ બાળકો પણ છે. શ્યામ પાઠકની પત્નીનું નામ રેશમી છે. શ્યામ અને રેશમીએ 2003માં લવ મેરેજ કર્યા હતા. શ્યામ અને તેની પત્ની રેશમીની મુલાકાત NSD એટલે કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં થઇ હતી.

શ્યામ અને રેશમી હતા કલાસમેટ

શ્યામ અને રેશમી (Shyam and Reshmi) કલાસમેટ હતા. તે દરમિયાન જ તે બંને વચ્ચે પ્રેમ થયો. ત્યાર પછી બંનેએ પોતાના પરિવારજનોને કહ્યા વિના એકબીજા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી બંનેના પરિવારજનો ખુબજ ગુસ્સે હતા, જો કે સમયની સાથે તેમને તેમના પરિવારજનોની પણ સહમતી મળી ગઈ. શ્યામ પાઠકની પત્ની હાઉસ વાઈફ છે. તે લાઈમલાઈટથી દુર રહે છે. શ્યામ અને રેશમીના ત્રણ બાળકો છે. જેમાં છોકરીનું નામ નિયતિ, છોકરાનું નામ પાર્થ અને નાના છોકરાનું નામ શિવમ છે.

CAનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો

એક્ટર શ્યામ પાઠક એક્ટિંગમાં આવવા પહેલા CAનો અભ્યાસ કરી રહ્યો હતો. તેનું ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ અકાઉન્ટસ ઓફ ઇન્ડિયામાં એડ્મિશન પણ થઇ ગયું હતું. જો કે શ્યામને એક્ટિંગમાં રસ હતો. જેના પછી તેણે પોતાનો અભ્યાસ વચ્ચેથી છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડ્મિશન લઇ લીધું. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં આવવા પહેલા શ્યામ પાઠકે 'જસુબેન જયંતિ લાલ જોશી કી જોઈન્ટ ફેમિલી'માં પણ કામ કર્યું હતું. જો કે તેની પાસે જયારે તારક મહેતાની ઓફર આવી, ત્યારે તેણે તરત જ હા કહી દીધું. પત્રકાર પોપટલાલના પાત્રથી એક્ટરને ઘણી લોકપ્રિયતા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp