સાઉથના એક્ટર પોતાના પાત્રને વાસ્તવિક બનાવવા માટે 12 દિવસ સુધી સૂતો નહીં

PC: lokshahi.com

શામ. તમિલ સિનેમાનો એ સ્ટાર જેઓ પોતાના દમદાર અભિનય માટે જાણીતા છે. જો કે બોલિવૂડના કેટલાક દર્શકો માટે આ નામ નવું હોઈ શકે છે. પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં દરેક બાળક શામના નામ અને કામથી વાકેફ છે. શામનું સાચું નામ શમશુદ્દીન-ઇબ્રાહિમ છે. તેમની ગણતરી એવા કલાકારોમાં થાય છે જેઓ પોતાનો રોલ નિભાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. આજે અમે તમને અભિનેતાના જીવન સાથે જોડાયેલો એવો જ એક કિસ્સો કહીશું.

જો કોઈ સામાન્ય માણસ એક દિવસ પણ યોગ્ય રીતે ના સૂવે, તો તેની સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે. તો, શામે સતત 12 દિવસ સુધી જાગીને પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠા સાથે કર્યું હતું. આ કિસ્સો 2013માં આવેલી ફિલ્મ '6' દરમ્યાનનો છે. ક્રાઈમ-થ્રિલર પર બનેલી આ ફિલ્મમાં શામે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આશ્ચર્યજનક રીતે, વી.ઝેડ.દુરાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં, શામ એક નહીં, પરંતુ 6 કિરદારમાં દેખાયો હતો. એક જ ફિલ્મમાં 6 અલગ-અલગ રોલ ભજવવા એક્ટર માટે કેટલું મુશ્કેલ હશે. આનું અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે.

આટલું જ નહીં, ફિલ્મમાં સોફ્ટવેર એન્જિનિયરનો રોલ કરી રહેલા શામને તેના રોલ માટે 12 દિવસ સુધી સુતા ન હતા. જેથી કરીને તેઓ પડદા પર રોલને વાસ્તવિક બતાવી શકે. એટલે કે આ રોલ માટે તેણે પોતાના જીવની પણ પરવા ન કરી. આટલા દિવસો સુધી ના સુવું કોઈ પણ માણસ માટે ઘાતક સાબિત થઈ શકે છે, પરંતું અભિનેતાએ તેના વિશે વિચાર્યા વિના પોતાનું કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, આ ફિલ્મની 6 ભૂમિકાઓમાંથી એકમાં ફિટ થવા માટે શામે તેનું વજન પણ ઘટાડી દીધું હતું. તેને દાઢી પણ વધારી.

એવું કહેવાય છે કે જ્યારે તે 12 દિવસ સુધી જાગ્યા પછી ફિલ્મના સેટ પર પાછો ફર્યો તો બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેની આંખો સાવ સૂજી ગઈ હતી. પહેલા લોકોને લાગ્યું કે તેણે મેકઅપ કર્યો હશે. પરંતુ જ્યારે શામે સત્ય કહ્યું તો બધા ચોંકી ગયા. જેવું તેણે શૂટિંગ પૂરું કર્યું, ડિરેક્ટરે તરત જ તેને ઘરે મોકલીને પૂરી ઊંઘ કરવા કહ્યું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતાએ જણાવ્યું કે તેણે આ કામ રજનીકાંત અને કમલ હાસનના પાત્રોથી પ્રેરિત થઈને કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp