તારક મહેતા શોની બબિતા ગુસ્સામાં કહ્યું- નથી પરણી કે નથી ગર્ભવતી

PC: tring.co.in

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ મુનમુન દત્તા અને રાજ અનડકટ વચ્ચેના સંબંધોને લઈને વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. જો કે આ પહેલા રાજે આ સમાચાર ફગાવી દીધા હતા.શોમાં રાજે ટપુનું પાત્ર ભજવ્યું હતું. મુનમુન દત્તા અને રાજની સગાઇ ના સમાચારે સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચાવ્યો હતો. હવે મુનમુન દત્તાએ પણ આ સમાચાર ફગાવી દીધા છે. મુનમુને હવે બળાપો કાઢ્યો છે અને કહ્યું છે કે, હું પરણી પણ નથી કે ગર્ભવતી પણ નથી. આ બધી અફવા છે.

તારક મહેતા ટીવી પર જાણીતી સિરિયલ છે અને તેમાં પણ બબિતાનું પાત્ર વધારે લોકપ્રિય છે. થોડા સમય પહેલાં આ સિરિયલમાં રાજ અનડકટે ટપુની ભૂમિકા ભજવી હતી. તે વખતે સોશિયલ મીડિયામાં બબિતા ઉર્ફે મુનમુન દત્તા અને રાજ અનડકટ ઉર્ફે ટપુ વચ્ચે અફેર હોવાની ચર્ચા ચાલી હતી. તેઓ ડેટિંગ કરતા હોવાના સમાચાર સામે આવતા રહેતા હતા.

હવે થોડા દિવસો પહેલા એવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા કે, મુનમુન દત્તા અને અનડકટે વડોદરામાં સગાઇ કરી લીધી છે. રાજ અનડકટે આ સમાચારને અફવા ગણાવ્યા હતા. હવે મુનમુન સેને 3 વખત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

એક પોસ્ટમાં મુનમુને લખ્યુ કે, અજીબ વાત છે કે ખોટા સમાચાર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઇ જાય છે અને બુમરેગ થઇને પાછા આવતા રહે છે. બીજી પોસ્ટમાં તેણીએ લખ્યુ કે, હું એ વાત સ્પષ્ટ કરી દઉં છું કે, ન તો મારી સગાઇ થઇ છે, ન તો મારા લગ્ન થયા છે કે ન તો હું ગર્ભવતી છું.

ત્રીજી પોસ્ટમાં મુનમુને લખ્યુ કે જ્યારે પણ હું લગ્ન વિશે વિચારીશ ત્યારે ભલે કોઇ મોટો માણસ હોય કે નાનો માણસ મારા એ નિર્ણયને હું ગર્વ ભેર જાહેર કરીશ. હની, એ મારું બંગાળ જીન છે. હમેંશા ગર્વ અને વિશ્વાસ થાય છે. જય માં દુર્ગા.

મુનમુન દત્તાએ અન્ય એક સ્ટોરીમાં લખ્યું કે, હવે મારી એનર્જિ ફેક વસ્તુઓમાં લગાવતી નથી. જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ માટે આગળ વધવું છે. ભગવાન દયાળુ છે અને જીવન એકદમ સુંદર છે. મુનમુન દત્તા 36 વર્ષની છે અને રાજ અનડકટ 27 વર્ષનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp