પૈપરાજીના કારણે આ અભિનેત્રીનું બહાર નીકળવું થયું મુશ્કેલ, બોલી અહિંયા ન આવો
અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પોતાની ચુલબુલી ઇમેજને લઈને ખૂબ જ પ્રખ્યાત છે. 'ખતરો કે ખેલાડી' અને 'બિગબોસ' પછી તેજસ્વીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી ગઈ છે. આ અભિનેત્રીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. એવામાં ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી તેજસ્વી પ્રકાશને સ્પોટ કરવા માટે પૈપરાજી 24કલાક તેના ઘરની બહાર હાજર રહે છે. જેવી આ અભિનેત્રી પોતાના ઘરની બહાર નીકળે છે અથવા શૂટિંગ કરીને ઘરે પરત ફરે છે, ત્યારે જ્યાં સુધી તે પોતાના ઘરમાં જતી નહિ રહે અને ઘરનો દરવાજો બંધ નહીં કરી દે ત્યાં સુધી કૅમેરા તેને રેકોર્ડ કરતા રહે છે.
પૈપરાજીથી ચિંતાતુર છે તેજસ્વી
છેલ્લા ઘણા દિવસોથી તેજસ્વીના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જે વીડિયોમાં તે ઘરની બહાર આવવા જવામાં અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. તે અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી નું કારણ છે, તેના ઘરની બહાર હાજર રહેતા પૈપરાજી. તેજસ્વી આ વીડિયોમાં પૈપરાજીથી હેરાન થતી હોઈ તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ પછી તે હસીને તેઓને આવું નહીં કરવા માટે જણાવે છે. સાથે જ તે ઉભી રહીને પોઝ આપવા માટે પણ શરમાતી હોય તેવું વિડીયોમાં દેખાઇ રહ્યું છે.
અભિનેત્રીએ કરી વિનંતી
એવામાં હવે તેજસ્વીએ પોતાના ઘરની બહાર બેસી રહેલા આ પૈપરાજીઓને વિનંતી કરી છે કે, તેઓ આવું નહીં કરે. તેજ્સ્વીએ કહ્યું કે, પ્લીઝ હું તમને વિનંતી કરું છું કે, તમે લોકો મારા ઘરની બહાર નહીં આવો. તેજસ્વી એ જે અંદાજમાં આ વિનંતી કરી છે તેનાથી ખબર પડે છે કે તે આ પૈપરાજીઓના કારણે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી અને અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે.
તેજસ્વીની માતાએ પણ પૈપરાજીઓને કહ્યું હતું ના
શોબિઝ ઇન્ડસ્ટ્રીનો આ એક ભાગ છે કે, પૈપરાજી સ્ટાર્સને સ્પોર્ટ કરે છે. પરંતુ તેજસ્વી ના ચાહકોનું માનવું છે કે, આમ એક અભિનેત્રીના ઘરની બહાર હંમેશા રહેવું એ સારી વાત નથી. આમ કરવાથી તેની અંગત જિંદગી પર પણ અસર પડે છે. તેજસ્વી પહેલા તેની માતાએ પણ પૈપરાજીઓને ઘરની બહાર ઉભા રહેવા માટે ના કહ્યું હતું. સામે આવેલા વિડિયોને જોયા બાદ સ્પષ્ટ કહી શકાય છે કે, તેજસ્વી માટે હાલ તેના ઘરનો દરવાજો ખોલવો પણ ઘણો મુશ્કેલ થઇ રહ્યો છે અને તે ઘરની બહાર એક-એક પગલું ખુબ જ જાણી વિચારીને મૂકતી હોય તેવું દેખાઇ આવે છે.
સફળતાની મજા માણી રહી છે આ એક્ટ્રેસ
તેજસ્વી હાલના દિવસો દરમિયાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ બંને જિંદગીના ખૂબ જ સારા તબક્કામાં છે. જ્યાં એક બાજુ તેની લોકપ્રિયતા વધી રહી છે, તો બીજી બાજુ કરણ કુન્દ્રા સાથે પોતાના સંબંધોને લઈને પણ તે છવાયેલી રહે છે.
તેજસ્વીના સીરિયલો
અહીં તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ હાલના દિવસોમાં TV શો 'નાગીન-6'માં જોવા મળી રહી છે. તેણે 'બિગ બોસ 15'નો ખિતાબ મેળવીને ખૂબ જ નામના મેળવી છે.આ સિવાય તેજસ્વી 'સંસ્કાર ધરોહર અપનો કી', 'સ્વરાગિનિ જોડે રીસ્તો કે સુર', 'પહેરેદાર પિયા' અને 'રિસ્તા લિખેંગે હમ નયા' જેવા TV શોમાં કામ કરી ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp