દિલજીત દોસાંઝને તેલંગાણા સરકારે આપી નોટિસ, કોન્સર્ટમાં આ 2 કામ નહીં કરી શકે

PC: instagram.com/diljitdosanjh

દિલજીત દોસાંઝ આ દિવસોમાં દેશભરમાં દિલ-લુમિનેટી કોન્સર્ટ કરી રહ્યો છે. તેની આ સંગીત ટુર 15મી નવેમ્બરે એટલે કે આજે હૈદરાબાદમાં થવાની છે. પરંતુ તે પહેલા જ દિલજીતને તેલંગાણા સરકાર તરફથી એક કડક નોટિસ મળી છે. આ નોટિસ તેના આ દિલ લ્યુમિનાટી સંગીત ટૂર માટે છે. જેમાં સરકારે તેમને અમુક ગીતો ન ગાવા અને અમુક ખાસ એક્શન ન કરવાની મનાઈ ફરમાવી છે. આ નોટિસ કેમ મળી છે, નોટિસમાં શું શું લખેલું છે તે અમે તમને જણાવી દઈએ...

હકીકતમાં તેલંગાણા સરકારે દિલજીતને હૈદરાબાદ કોન્સર્ટ માટે જ આ સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, દિલજીતે એવા કોઈ ગીત પર પરફોર્મ કરવું જોઈએ નહીં અથવા તો કોન્સર્ટમાં કોઈ એવા ગીતો પણ ન ગાવા જોઈએ, કે જે દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતા હોય. તેલંગાણા સરકારે આ સૂચના દિલજીતના કેટલાક જૂના કોન્સર્ટમાં તેના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને આપી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દિલજીત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, કોઈપણ બાળકને સ્ટેજ પર ન બોલાવે. આવું એટલા માટે કે, જેથી કરીને બાળકોને ઉચ્ચ સ્તરના અવાજથી સુરક્ષિત કરી શકાય. WHOની માર્ગદર્શિકા અનુસાર, આ અવાજ બાળકો માટે સલામત નથી. આવા લાઉડ મ્યુઝિકની તેમના કાન પર ખરાબ અસર પડે છે.

મોકલવામાં આવેલી નોટિસમાં દિલજીતના જૂના કોન્સર્ટ વીડિયોના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં તેના દ્વારા દારૂ અને ડ્રગ્સને પ્રોત્સાહન આપતા ગીતો ગાવામાં આવ્યા છે. 'સોંગ પટિયાલા પેગ'ની જેમ આ ગીતો તેમણે જવાહરલાલ સ્ટેડિયમ, દિલ્હીમાં ગાયા છે. આ દિલ્હીની સંગીત ટુર પછી એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કાર્યક્રમ પૂરો થયા પછી લોકોએ સ્ટેડિયમમાં ભારે ગંદગી ફેલાવી હતી અને તોડફોડ પણ કરી હતી.

ચાલો જવા દો, કઈ નહીં, દિલ લ્યુમિનાટી ટૂર શરૂ થાય તે પહેલા જ તે ચર્ચામાં આવી ગયું હતું. કારણ હતું તેની ટિકિટ. જે મિનિટોમાં જ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી. ત્યાર પછી તેને એટલા મોંઘા ભાવે વેચવામાં આવી કે તેના પણ સમાચાર હેડલાઇન્સના છવાઈ ગયા હતા. 19 હજાર રૂપિયાથી લઈને 35-35 હજાર રૂપિયા સુધીની ટિકિટો વિવિધ કેટેગરીમાં વેચવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે, લોકોએ દિલ લુમિનાટી ટૂરની ટિકિટો બ્લેકમાં પણ ખરીદી અને વેચી. જ્યારે અમુક લોકોએ કહ્યું કે, આ કામ દિલજીતની PR ટીમનું જ હતું, જેણે ટિકિટના ભાવમાં હેરફેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp