આ સુપરસ્ટાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, પોલીસે રોક્યો તો થયો વિવાદ

PC: hindi.news18.com

અલ્લુ અર્જુન દેશના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક છે, જે પોતાની સ્ટાઈલ, ડાન્સ અને અભિનયથી દરેકનું દિલ જીતી રહ્યો છે. જોકે અલ્લુ અર્જુન માત્ર તેલુગુ ફિલ્મો જ કરે છે, પરંતુ દેશના ખૂણે-ખૂણે તેના ચાહકોની સંખ્યા ખુબ મોટી છે. ફિલ્મ પુષ્પાના કારણે, આ અભિનેતાએ તેના ગામઠી અવતાર અને 'થાગડે લે' સંવાદોથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે. પરંતુ તે પણ વિવાદોથી અછૂત ન રહ્યો અને અહીં અમે તમને અલ્લુ અર્જુન સાથે સંબંધિત 2014ની ઘટના વિશે જણાવી રહ્યા છીએ, જ્યારે તે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.

અલ્લુ અર્જુનને અભિનય વારસામાં મળ્યો છે અને તેના પરિવારના ડઝનેક સભ્યો ફિલ્મોમાં કામ કરે છે. અભિનેતાનો જન્મ 8 એપ્રિલ 1982ના રોજ ચેન્નાઈમાં એક તેલુગુ પરિવારમાં ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ અને નિર્મલાના ઘરે થયો હતો. તેમના દાદા અલ્લુ રામલિંગૈયા પ્રખ્યાત કોમેડી કલાકાર હતા, જેમણે 1000થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ જ કારણ છે કે અભિનેતામાં બાળપણથી જ અભિનયના ગુણો હતા.

અલ્લુ અર્જુન તેના ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે, તેનો મોટો ભાઈ વેંકટેશ એક બિઝનેસમેન છે જ્યારે તેનો નાનો ભાઈ સિરીશ અભિનેતા છે. અભિનેતા રામ ચરણનો પ્રથમ પિતરાઈ ભાઈ છે અને ચિરંજીવી સાથે પણ તેનો સંબધ છે. હવે વાત કરીએ અલ્લુ અર્જુનના એ સમયગાળાની જ્યારે તે ઈન્ડસ્ટ્રીનો ઉભરતો સ્ટાર હતો અને તે સમયે તેણે લગ્ન કર્યા ન હતા, જે દરમિયાન તે વિવાદોમાં ફસાઈ ગયો હતો.

એકવાર અભિનેતા કાર ચલાવતી વખતે નશામાં હતો અને આ વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેણે હૈદરાબાદમાં નશામાં ડ્રાઇવિંગ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં અભિનેતા નશામાં જોવા મળ્યો હતો. આ સિવાય સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે અર્જુન નશામાં ડ્રાઈવિંગ ટેસ્ટ છોડી દીધું અને પોલીસ સાથે દલીલ કરી રહ્યો હતો.

મીડિયામાં પ્રકાશિત થયેલા એક લેખમાં જણાવાયું હતું કે, અલ્લુ અર્જુને પાછળથી તેના ફેસબુક પેજ પર સ્પષ્ટતા કરી હતી કે, પોલીસે તેને બ્રેથ એનેલાઈઝરમાં ફૂંક મારવાનું કહ્યું હતું અને તેણે આમ ન કરવાનું નક્કી કર્યું હતું, કારણ કે તે સમયે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો.

અભિનેતાએ કહ્યું કે, તમામ મીડિયાના લોકો આ ઘટનાને રેકોર્ડ કરી રહ્યા છે અને તેને તેની સામે તેને કોઈ વાંધો નથી. તેણે લખ્યું કે, તેને અપમાનજનક એ લાગ્યું કે, તે વીડિયોને આટલી ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. જો હવે આવી જ ઘટના બની હોત, તો વસ્તુઓ ઘણી અલગ હોત અને તે તેના ચાહકો માટે ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો હોત. અલ્લુ અર્જુનને તેના મલયાલમ ચાહકો 'મલ્લુ અર્જુન' કહે છે અને ત્યાં તેનું મોટું બજાર પણ છે.

હવે અલ્લુ અર્જુન એક ગ્લોબલ સ્ટાર છે અને તેની ટીમ તેના વિશેની દરેક વસ્તુ પર નજર રાખે છે, હંમેશા એલર્ટ રહે છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે, તે કોઈ વિવાદમાં ન ફસાઈ જાય. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અત્યારે પુષ્પા 2ના શૂટિંગ માટે તૈયારી કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp