સુહાના-અગસ્ત્ય અભિનીત ફિલ્મ 'The Archies' જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

PC: thehindu.com

સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂરના ડેબ્યૂની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. ત્રણેય બોલિવુડના મોટા સ્ટાર્સના બાળકો છે. શાહરુખ ખાન દીકરી સુહાના, અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરને અત્યાર સુધી તેમના માતા-પિતા અને પરિવારના નામથી ઓળખવામાં આવ્યા છે, પરંતુ હવે દિલમ 'The Archies' સાથે આ ત્રણેય યંગ સ્ટાર ફિલ્મી દુનિયામાં પગ રાખી ચૂક્યા છે. ઝોયા અખ્તરે જ્યારે ફિલ્મ 'The Archies'ની જાહેરાત કરી હતી, તો તેમણે વાયદો કર્યો હતો કે, 60ના દશકમાં શરૂ થયેલી આ કોમિકને પોતાની ફિલ્મમાં પણ એ જ અંદાજમાં દેખાડશે, જે અંદાજમાં આપણે બધાએ આર્ચી એન્ડ્રુઝની કહાનીને અત્યાર સુધી વાંચી છે.

આર્ચીબાલ્ડ એન્ડ્રુઝ ઉર્ફ આર્ચી એક સામાન્ય છોકરો રહ્યો છે જે પોતાના બાળકો સાથે નવા નવા એડવેન્ચર કરે છે. તેની બાળપણની મિત્ર છે બેટ્ટી કપૂર અને તેનો પ્રેમ છે વેરોનિકા લૉજ. આ કહાનીમાં રેજી, જગહેડ, ડિલી અને એથલ જેવા પાત્ર પણ સામેલ રહ્યા છે. બસ આજ બધાને ઝોયા નેટફ્લિકસની પોતાની ફિલ્મ 'The Archies'માં ફરી એક વખત સાથે લઈને આવ્યા છે.

શું છે ફિલ્મની કહાની?

ફિલ્મની કહાની એકદમ સિમ્પલ છે અને આ સિમ્પલ કહાનીમાં ઝોયાએ પોતાના શાનદાર ડિરેક્શન અને યંગ એક્ટર્સે પોતાના ચુલબુલા અંદાજથી રંગ ભરી દીધા છે. ફિલ્મની શરૂઆત થાય છે આર્ચી (અગસ્ત્ય નંદા) પોતાના નાનકડા હિલ સ્ટેશન રિવરડેલના ઇતિહાસ બતાવવાથી. રિવરડેલને એક એંગ્લો ઇન્ડિયન કપલે ભારતની આઝાદી અગાઉ વસાવ્યું હતું. આઝાદી બાદ ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને બચેલા લોકો આ સુંદર હિલ સ્ટેશનમાં જ રહી ગયા. રિવરડેલની વચ્ચોવચ ગ્રીન પાર્ક નામની એક જગ્યા છે જેને સૌથી પહેલા વસાવવામાં આવી અને અહીંયા દરેક બાળક 5 વર્ષનું થવા પર ગ્રીન પાર્કમાં ઝાડ લગાવવામાં આવે છે.

આર્ચીની મિત્ર છે બેટ્ટી કપૂર (ખુશી કપૂર), જગહેડ (મિહિત આહુજા), રેજી (દેવાંગ રૈના), ડિલી (યુવરાજ મેંડા) અને એથલ (ડોટ). આ બધા સિવાય વેરોનિકા લૉજ (સુહાના ખાન) આર્ચીની ખાસ મિત્ર છે, જેને તે પોતાનું દિલ પણ આપી ચૂક્યો છે. વેરોનિકા બે વર્ષ બાદ લંડનથી પાછી રિવરડેલ આવી છે. તે પોતાના મિત્રો સાથે મળીને અભ્યાસ અને મસ્તી કરી રહી છે તો તેનો પિતા હાઈરમ લૉજ (અલી ખાન)નો કંઈક અલગ જ પ્લાન છે. હાઈરમ એક મોટો બિઝનેસમેન છે, જે રિવરડેલમાં એક મોટો પ્લાઝા બનાવવા માગે છે. તેના લોકેશન તરીકે તેણે ગ્રીન પાર્કને પસંદ કર્યો છે. આ કારણે ટાઉનમાં રહેતા લોકોને પરેશાની થવી વ્યાજબી છે. એવામાં આર્ચી અને તેના મિત્ર કેવી રીતે પાર્કને બચાવશે એ જોવા જેવી વાત છે.

ફિલ્મમાં 1964ના સમયને દેખાડવામાં આવ્યો છે. તેમાં જૂના જમાનાની આખી ફિલ્મ છે એંગ્લો ઇન્ડિયન લોકો કેવી રીતે રહેતા હશે, તેનો અંદાજો આ કાલ્પનિક દુનિયાને જોઈને પણ સારી રીતે લગાવી શકાય છે. કહાનીના પાત્ર એક-બીજા સાથે જોડાયેલા છે. એક-બીજાની પસંદ-નાપસંદને સમજે છે અને એક બીજાની ચિંતા પણ કરે છે. આ બધુ જોઈને તમને ખૂબ સારું લાગતું હશે અને તમે ફિલ્મ સાથે જોડાઈ જાવ છો. આ હૉલ સ્ટેશન પાવરફૂલ છે અને ખૂબ જ હેપ્પી હેપ્પી ફિલિંગથી ભરાયેલું છે. એવામાં જ્યારે રિવરડેલના લોકો પર મુશ્કેલી આવે છે તો તમે પણ તેમની પરેશાની અનુભવી શકો છો. ડિરેક્ટર ઝોયા અખ્તરે તેના પર ખૂબ શાનદાર કામ કર્યું છે. તેમણે કહાનીને ખૂબ સારી રીતે વણીને તેમાં પોતાના પાત્ર બેસાડ્યા છે.

તેમનું ડિરેક્શન પણ સારું છે. 'The Archies' માટે બધા યંગ સ્ટાર્સે ખૂબ મહેનત કરી છે અને તમે ફિલ્મમાં સ્પષ્ટ જોઈ શકો છો. આ એક મ્યૂઝિકલ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મના ગીત સાંભળવામાં સારા છે સાથે જ જોવામાં પણ ખૂબ મજેદાર છે. સોંગની ડાન્સ કોરિયોગ્રાફી ખૂબ શાનદાર કરવામાં આવી છે. તમે બધા ‘સુનો’ ગીતમાં સુહાના ખાનને સ્કેટિંગ કરતી જોઈ ચૂક્યા છો, પરંતુ ફિલ્મમાં વધુ એક ગીત છે જેમાં ફિલ્મની બધી છોકરીઓ રોલર સકેટ્સ પહેરીને ડાન્સ કરે છે અને તેને જોઈને તમને મજા આવી જશે. એ સિવાય પણ બધા ગીતો ખૂબ સારા છે. તેને જોતા તમારું મન પણ નાચવા લાગશે. આ ફિલ્મ તમારું મૂડ રિફ્રેશ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp