રણબીર કપૂરની 'રામાયણ'માં આ સુંદર અભિનેત્રીની એન્ટ્રી, કરશે શૂર્પણખાનો રોલ!
રણબીર કપૂર સ્ટારર 'રામાયણ'નું કાસ્ટિંગ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રણબીર ઉપરાંત સાઈ પલ્લવી પણ હશે જે સીતાનું પાત્ર ભજવશે. 'KGF' ફેમ યશ આ ફિલ્મમાં રાવણનો રોલ કરશે. 'રામાયણ'ના દરેક પાત્ર માટે નિર્માતાઓ ઘણું વિચારી રહ્યા છે. ફિલ્મ વિશે નવીનતમ માહિતી એવી છે કે, શૂર્પણખાના રોલ માટે એક હિરોઈનનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું મહત્વનું પાત્ર છે અને નિર્દેશક નિતેશ તિવારી અભિનેત્રી સાથે વાતચીત કરી રહ્યા છે.
'રામાયણ'માં સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવી શકે છે, લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવી શકે છે અને વિજય સેતુપતિ વિભીષણની ભૂમિકા ભજવી શકે છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, રકુલ પ્રીત સિંહ ફિલ્મમાં શુપર્ણખાનો રોલ કરી શકે છે. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, રકુલ પ્રીત અને નીતિશ તિવારી અને તેમની ટીમ વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે.
સૂત્રએ વધુમાં કહ્યું કે, 'રકુલ અને નિતેશ તિવારી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાતચીત ચાલી રહી હતી અને હવે શૂર્પણખા માટે કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. તે રામાયણના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંનું એક છે, કારણ કે, શૂર્પણખા જ છે જેના કારણે ભગવાન રામ અને રાવણ વચ્ચે દુશ્મનાવટ થઇ હતી.'
રકુલે તેનો લુક ટેસ્ટ પણ આપી દીધો છે અને જો બધું બરાબર રહેશે તો તે લગ્ન પછી શૂટિંગ શરૂ કરશે. સૂત્રએ કહ્યું, 'રકુલ ખૂબ જ ઉત્સાહિત છે અને ટૂંક સમયમાં જ પેપરવર્ક થઈ જશે. અભિનેત્રીનું માનવું છે કે, તેને જીવનમાં માત્ર એક જ વાર રામાયણની વાર્તા સાથે જોડવાની તક મળશે.'
અહી તમને જણાવી દઈએ કે, એક અભિનેત્રી કુબ્બ્રા સૈતે જેણે નીતિશ તિવારીની રામાયણમાં રાવણની બહેન શૂર્પણખાના રોલ માટે ઓડિશન આપ્યું હતું. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે, તેને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે કે નહીં. કુબ્બ્રા OTT શ્રેણી અને ધ ટ્રોય, સેક્સોહોલિક, શહર લખોટ અને રિજેક્ટ એક્સ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથેની 'રામાયણ' માર્ચ 2024થી ફ્લોર પર જશે. એવો અંદાજ છે કે, સની દેઓલના ભાગનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે. યશ જુલાઈમાં ફિલ્મની ટીમ સાથે જોડાશે. મેકર્સ 'રામાયણ'ને દિવાળી 2025ના વીકએન્ડ પર રિલીઝ કરવા માંગે છે. હાલમાં આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp