મુંબઈની હોટેલ તાજમાં થશે 'તારક મહેતા...'ના જેઠાલાલની દીકરીના લગ્ન

PC: timesnowhindi.com/

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો તેમની યુનિક સ્ટોરી લાઈન અને સ્ટાર કાસ્ટના દમ પર આખી દુનિયામાં જાણીતો બન્યો છે. આ શો લોકોને મનોરંજન પૂરો પાડતો હોવાના કારણે તે લોકોનો લોકપ્રિય શો પણ બન્યો છે. તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી શોમાં સૌથી વધારે લોકપ્રિય બનનાર એક્ટર જેઠાલાલ છે.

જેઠાલાલનું સાચું નામ દિલીપ જોશી છે. તેઓ આ શોમાં સૌથી લોકપ્રિય એકટરની સાથે-સાથે સૌથી વધારે ફી મેળવનાર મેમ્બર પણ છે. તારક મહેકા શોના દર્શકોને આ જાણીને ખૂશી થશે કે દિલીપ જોશી એટલે કે જેઠાલાલની દીકરી નિયતિના લગ્ન થઇ આ મહિના થઇ રહ્યા છે. દીકરીના લગ્નની તૈયારીમાં દિલીપ જોશી વ્યવસ્ત થઇ ગયા છે.

દિલીપ જોશી એટલે કે જેઠાલાલને બે સંતાનો છે. તેમાં દીકરાનું નામ ઋત્વિક જોશી છે અને દીકરીનું નામ નિયતિ જોશી છે. એવી માહિતી સામે આવી રહી છે કે, નિયતિ જોશી આ મહીને એટલે કે 11 ડીસેમ્બરના રોજ લગ્ન કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નિયતિનો દુલ્હો NRI છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, દિલીપ જોશીની દીકરીના લગ્ન ભવ્ય રીતે યોજાશે. દિલીપ જોશી વ્યક્તિગત રીતે તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. જેઠાલાલની દીકરી નિયતિના લગ્ન મુંબઈની તાજ હોટલમાં થશે.

એવી પણ માહિતી સામે આવી છે કે, નિયતિના લગ્નમાં તારક મહેતા કા ઉલટા ચશ્મા શોની આખી ટીમને આમંત્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત દિશા વકાણી સહિતના જૂના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિશા વકાણી અને દિલીપ જોશી ખૂબ સારા મિત્રો છે. પણ દિશા વકાણીએ લગ્નમાં જવાની મનાઈ કરી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

એટલે કદાચ દિશા વકાણી એટલે કે દયા ભાભી જેઠાલાલની દીકરીના લગ્નમાં હાજરી ન પણ આપે. પણ દિશાએ દિલીપ જોશીની દીકરીના લગ્ન માટે ખૂબ પ્રેમ અને આશિર્વાદ મોકલ્યા છે. તારક મહેતા શોની આખી ટીમ આ લગ્ન પ્રસંગનો એક ભાગ બનવા માટે એક્સાટેડ છે. તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીએ આ સમાચારો પર કોઈ અનાઉન્સમેન્ટ કરી અને તેમની પ્રતિક્રિયા પણ આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp