'પઠાણ'ના 'બેશરમ રંગ' ગીતમાં થયા આ 3 ફેરફાર, ડાયલોગ બદલાયેલા શબ્દો સાથે રીલિઝ થશે

PC: news18.com

શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ 'પઠાણ'ની આતુરતાથી જનતા રાહ જોઈ રહી છે. ફિલ્મનું પહેલું ગીત 'બેશરમ રંગ' રીલિઝ થયા બાદ વિવાદે પણ જોર પકડ્યું હતું. ગીતમાં દીપિકા પાદુકોણની બિકીનીના રંગને લઈને સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.

ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશીનું નિવેદન પણ આવ્યું છે કે 'પઠાણ'માં સેન્સરના નિયમો હેઠળ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે સેન્સર બોર્ડના સૂચન પર ફિલ્મમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 'બેશરમ રંગ' ગીતમાં ફેરફાર કરવામાં આવ્યા છે, ફિલ્મના ડાયલોગ્સમાં પણ ઘણા શબ્દો બદલવામાં આવ્યા છે.

'પઠાણ'ના ગીત બેશરમ રંગમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. બોલિવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર, 'બેશરમ રંગ'માં દીપિકાના શરીરના કેટલાક ક્લોઝ-અપ શોટ્સ હટાવવામાં આવ્યા છે. સાથે જ ગીતમાં 'બહુત તંગ કિયા' લિરિક્સ સાથેના કેટલાક સેંશુઅસ વિઝુઅલ પણ બદલવામાં આવ્યા છે અને તેના બદલે અન્ય શોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

'બેશરમ રંગ'માંથી દીપિકાનો સાઈડ પોઝ પણ હટાવી દેવામાં આવ્યો છે. જોકે આ માહિતી જાહેર કરવામાં આવી નથી કે ગીતમાં દીપિકાની વિવાદાસ્પદ 'કેસર બિકીની'ના શોટ્સ હજુ પણ છે કે દૂર કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 'પઠાણ'માં 13 જગ્યાએ પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) બદલવામાં આવ્યા છે. 'પ્રધાનમંત્રી' બદલીને રાષ્ટ્રપતિ કે મંત્રી કરવામાં આવ્યા છે. સ્ટોરી અનુસાર, તપાસ એજન્સી 'RAW'ને બદલીને 'હમારે' કરવામાં આવી છે. એક ડાયલોગ 'આનાથી સસ્તું સ્કોચ ન મળ્યુ'માં સ્કોચની જગ્યાએ 'ડ્રિંક' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અશોક ચક્રને 'પઠાણ'માં 'વીર પુરસ્કાર', 'Ex-KGB'ના બદલે 'Ex-SBU' અને 'શ્રીમતી ભારતમાતા'ને બદલે 'હમારી ભારતમાતા' બદલવાના અહેવાલો પણ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના એક સીન પર ચાલી રહેલા ટેક્સ્ટમાં 'બ્લેક પ્રિઝન, રશિયા'ને પણ બદલીને 'બ્લેક જેલ' કરવામાં આવ્યું છે. આ ફેરફારો સાથે સેન્સર બોર્ડે 'પઠાણ'ના નિર્માતાઓને 'U/A' રેટિંગ આપ્યું છે. ફિલ્મમાંથી કેટલી સેકન્ડના ફૂટેજને સેન્સર કરવામાં આવ્યા છે તે અંગે વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે ફિલ્મનો રનટાઈમ 146 મિનિટ એટલે કે 2 કલાક 26 મિનિટનો થઈ ગયો છે.

શાહરૂખની ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થશે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ એક ભયાનક વિલનની ભૂમિકામાં જોવા મળશે. યશ રાજ ફિલ્મ્સનો આ પ્રોજેક્ટ એ જ સ્પાય યુનિવર્સનો એક ભાગ હોવાનું કહેવાય છે જેમાં સલમાન ખાનની ટાઇગર ફ્રેન્ચાઇઝી અને ઋતિક રોશન-ટાઇગર શ્રોફ સ્ટારર 'વોર' હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp