આ છે ઈન્ડિયાના ટોપ-5 યૂટ્યુબર્સ, વીડિયો કન્ટેન્ટના દમ પર કરે છે કરોડોમાં કમાણી

PC: starsunfolded.co

ડિજીટલ યુગમાં યુ-ટ્યુબર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. તમને જોઈતી કોઈ પણ વસ્તુ વિશેની માહિતી યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે. બસ આ જ કારણ છે કે યુ-ટ્યુબ પર ચેનલ્સ અને વીડિયો કન્ટેન્ટની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. અનેક લોકોએ યુ-ટ્યુબ પર ફૂલ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું છે. તે તેમની કમાણીનું માધ્યમ બની ગયું છે. વીડિયોથી તેમની લાખો-કરોડોની કમાણી થઇ રહી છે અને તેઓ વીડિયો થકી જ દુનિયાભરમાં પ્રસિદ્ધ બન્યા છે. તો ચાલો જાણીએ ભારતના ટોપ-5 યુ-ટ્યુબર્સ વિશે જેઓ યુ-ટ્યુબ થકી કરોડોની કમાણી કરી રહ્યા છે.

ગૌરવ ચૌધરી

યુ-ટ્યુબ પર ‘ટેક્નિકલ ગુરુજી’ નામથી ફેમસ યુ-ટ્યુબ ચેનલ ગૌરવ ચૌધરીની જ છું. આ ચેનલના માધ્યમથી તે મોબાઈલ રિવ્યુ સહિત ટેકનોલોજી સાથે સંકળાયેલી તમામ મહત્ત્વની માહિતી પોતાના યૂઝર્સને આપે છે. હાલમાં તેની ચેનલ પર 22 મિલિયન (2.2 કરોડ) સબ્સક્રાઈબર્સ છે. ગૌરવ ચૌધરી નામથી તેની પોતાની એક યુ-ટ્યુબ ચેનલ છે, જેના પર 50 લાખ સબ્સક્રાઈબર છે. યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી તે દર મહિને 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ગૌરવ ચૌધરીની નેટવર્થ અંદાજે 326 કરોડ રૂપિયા છે. 32 વર્ષીય ગૌરવ ચૌધરીએ પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી ઓક્ટોબર 2015માં યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી હતી.

અમિત ભડાના

27 વર્ષીય અમિત ભડાના યુ-ટ્યુબ પર ખૂબ જ ચર્ચિત નામ છે. અમિત ભડાના નામે શરૂ કરવામાં આવેલી તેની યુ-ટ્યુબ ચેનલ પર અંદાજે 2.4 કરોડ સબ્સક્રાઈબર્સ છે. 2021ના આંકડાઓ અનુસાર તેની નેટવર્થ 47 કરોડ રૂપિયા છે. દિલ્હીમાં રહેતા અમિતે લોનું શિક્ષણ મેળવ્યું છે. શરૂઆતમાં મિત્રોની સાથે મળીને વીડિયો બનાવીને તેણે Dubmash પર અપલોડ કર્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ અમિતને તેની આદત લાગી ગઈ હતી. ત્યારબાદ અમિતે પોતાની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી હતી.

નિશા મધુલિકા

યુપીમાં રહેતી નિશા મધુલિકા ઇન્ડિયન શેફ, રેસ્ટોરાં કંસલ્ટેંટ અને યુટ્યુબર છે. 62 વર્ષીય નિશા મધુલિકાના યુટ્યુબ ચેનલ પર 1.25 કરોડ સબ્સક્રાઈબર છે. તેની કુલ સંપત્તિની વાત કરવામાં તો, તે 33 કરોડ રૂપિયા છે. નિશા મધુલિકાએ યુટ્યુબ ચેનલની શરૂઆત 2009માં કરી હતી. સોશિયલ મીડિયામાં 2014માં પણ નિશા મધુલિકાએ ટોપ યુટ્યુબ શેફનો એવોર્ડ જીત્યો હતો.

અજય નાગર

ફરીદાબાદમાં રહેતો અજય નાગરની ‘કૈરી મિનાટી’ નામની યુટ્યુબ ચેનલ છે. તેની ચેનલ પર 3.5 કરોડ સબ્સક્રાઈબર છે. માત્ર 22 વર્ષની ઉમરમાં અજયની પાસે અંદાજે 30 કરોડની નેટવર્થ છે. કોમેડિયન, રેપર અને ગેમર અજય નાગર સટાયર પૈરોડી અને લાઈવ ગેમિંગના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરે છે. કૈરી મિનાટીની બીજી ચેનલ CarryisLive છે, જેના પર તે ગેમિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ કરે છે.

આશિષ ચંચલાની

28 વર્ષના આશિષ ચંચલાનીની કુલ સંપત્તિ અંદાજે 30 કરોડ રૂપિયા છે. તેની યુટ્યુબ ચેનલ આશિષ ચંચલાની વાઈન્સને લોકો ખૂબ જ પસંદ કરે છે. પહેલા તે ફિલ્મોના રીવ્યુ આપતો હતો. 7 જુલાઈ, 2009 એ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરનાર આશિષે તેનો પહેલો વીડિયો 2014માં અપલોડ કર્યો હતો. તેની ચેનલ પર 2.8 કરોડ સબ્સક્રાઈબર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp