બોલિવુડ વિરુદ્ધ સાઉથને લઈને આ છે અલ્લૂ અર્જુનનો અભિપ્રાય, જાણીને થઇ જશો હેરાન
હાલમાં બોલિવુડમાં એક નવો વિવાદ શરૂ થયો છે, આ વિવાદ સરળ રીતે બોલિવુડ વિરુદ્ધ સાઉથ ઇન્ડસ્ટ્રીની વચ્ચે છે. એક પક્ષનું કહેવું છે કે, બોલિવુડ સારું છે, તો બીજો પક્ષ સાઉથના પક્ષમાં જોવા મળી રહ્યો છે. આ મૌખિક યુદ્ધ સીધે-સીધું દિગ્ગજો વચ્ચે શરૂ છે, હવે મનોરંજનના માપદંડોમાં ભાષાની સીમા કેટલી મહત્વપૂર્ણ છે, આના પર તો આપણે વાત નહીં કરીશું, પણ સાઉથનો સુપરસ્ટાર અલ્લૂ અર્જુન બોલિવુડ અને સાઉથ સિનેમાને લઈને શું વિચારે છે? એ જરૂર કહીશું.
બોલિવુડ વિરુદ્ધ સાઉથ ઇન્ડસ્ટ્રીને લઈને અલ્લૂ અર્જુનનો અભિપ્રાય
અલ્લૂ અર્જુનની ‘પુષ્પા: ધ રાઈઝ’ ફિલ્મ રીલિઝ થઇ હતી, જેને લોકપ્રિયતાના મામલામાં દરેક ફિલ્મને પાછળ રાખી દીધી હતી, આ ફિલ્મનો જાદુ માત્ર સાઉથ અથવા ભારતમાં જ નહીં, પણ સાત સમુદ્ર પાર સુધી જોવા મળ્યો હતો. એટલે કે, અલ્લૂ અર્જુન હવે ગ્લોબલી સ્ટાર બની ચૂક્યો છે. જો કે, અત્યાર સુધી અલ્લૂ અર્જુને બોલિવુડમાં ડેબ્યૂ નથી કર્યુ. તેમજ, એક ઇન્ટરવ્યૂમાં અલ્લૂ અર્જુનને બોલિવુડ અને સાઉથના તફાવત પર પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના પર અલ્લૂ અર્જુને ખૂબ જ સમજદારીભર્યો જવાબ આપ્યો હતો.
અલ્લૂ અર્જુને સારી રીતે સમજાવ્યો હતો તફાવત
અલ્લૂ અર્જુને આ ઇન્ટરવ્યૂમાં બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી બંનેને સારી ગણાવી હતી. તેણે કહ્યું કે બંને ઇન્ડસ્ટ્રીની કાર્યશૈલીમાં ખૂબ જ તફાવત છે. બોલિવુડ જોનર બેઝ્ડ મૂવિ બનાવે છે, જ્યારે સાઉથમાં મલ્ટી જોનરની રીતે ફિલ્મો બનાવવામાં આવે છે. એટલે કે, સાઉથમાં ફિલ્મ કોઈ પણ જોનરની હોય, તેમાં મિર્ચ, મસાલા અને ડાન્સ જરૂર હંમેશાં રહે છે, જ્યારે બોલિવુડમાં જોનર પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.
સારી સ્ક્રિપ્ટની છે શોધ
એક્ટર અલ્લૂ અર્જુન બોલિવુડમાં ડેબ્યૂ ક્યારે કરશે? આ પ્રશ્નનો જવાબ પણ અલ્લૂ અર્જુને જ આપે છે. તેના અનુસાર, અત્યાર સુધી તેને કોઈ એવી સ્ક્રિપ્ટ નથી મળી, જેને લઈને તે એક્સાઈટેડ થઇ જાય. આવી સ્ક્રિપ્ટ મળતા જ, તે કોઈ પણ વિલંબ કર્યા વગર બોલિવુડમાં ડેબ્યૂ કરવા માટે હા કહી દેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp