નતાશાના છૂટાછેડાનું આ છે કારણ, હાર્દિકની આ હરકતોથી અભિનેત્રી અસહજ થવા લાગી
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવાનું કારણ સામે આવ્યું છે. નતાશા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, હાર્દિક પોતાનામાં મસ્ત રહેતો હતો અને નતાશાને પણ તેની જેમ મસ્ત રહેવા માટે કહી રહ્યો હતો, જે કરવામાં તે અસહજ મહેસુસ કરી રહી હતી.
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગયા મહિને પરસ્પર સહમતિથી અલગ થવાની માહિતી આપી હતી. તેમના અલગ થવાના કારણને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. હવે તેનું સાચું કારણ સામે આવ્યું છે. નતાશાએ કહ્યું કે, હાર્દિકથી અલગ થવાનું કારણ તે પોતાની મસ્તીમાં જ રહેતો હતો. નતાશા અને હાર્દિકની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, નતાશા આ નિર્ણયથી ખૂબ જ દુખી છે. તેણે હાર્દિક સાથે રહેવાનો ઘણો પ્રયાસ કર્યા પરંતુ તે અસ્વસ્થતા અનુભવતી રહી. પછી તેઓએ અલગ થવાનું નક્કી કર્યું.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, સૂત્રએ દાવો કર્યો છે કે, હાર્દિક નતાશા સ્ટેનકોવિક માટે ઘણું બધું બતાવતો હતો. તે પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતો હતો. નતાશા આ સહન કરી શકતી ન હતી. નતાશાને અહેસાસ થવા લાગ્યો કે તેઓ બંને કેટલા અલગ છે. હાર્દિકે નતાશાને તેના જેવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આમ કરવામાં અસહજ મહેસુસ કરવા લાગી હતી.
સૂત્રએ વધુમાં દાવો કર્યો હતો કે, તે ક્યારેય ન સમાપ્ત થતી પ્રક્રિયા હતી. તે ખૂબ જ થાકી ગઈ હતી. નતાશા હાર્દિક સાથે સંતુલન જાળવી શકી ન હતી. તેથી નતાશાએ એક ડગલું પાછળ હટવાનો નિર્ણય લીધો. નતાશાએ એના વિશે પણ ઘણું વિચાર્યું, પરંતુ જ્યારે તે બદલાયો નહીં તો તેનો નિર્ણય મક્કમ બની ગયો. નતાશા માટે આ ખૂબ જ પીડાદાયક નિર્ણય હતો પરંતુ તે એક દિવસ કે એક અઠવાડિયામાં ન બન્યું. તે એક ધીમી અને સ્થિર વસ્તુ હતી, જેણે તેને નુકસાન પહોંચાડ્યું.
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ મે 2020માં લગ્ન કર્યા હતા અને ફેબ્રુઆરી 2023માં હિન્દુ અને ખ્રિસ્તી રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. બંને આ વર્ષે જુલાઈમાં અલગ થઈ ગયા હતા. બંને 4 વર્ષ સાથે રહ્યા હતા. તેમને એક પુત્ર અગસ્ત્ય પણ છે. અલગ થયા પછી પણ તેઓએ બંને પુત્રોને સાથે ઉછેરવાની વાત કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાથી અલગ થયા પછી નતાશા સ્ટેનકોવિક સર્બિયામાં પોતાના ઘરે ચાલી ગઈ છે. તે તેના 4 વર્ષના પુત્ર સાથે આનંદ માણી રહી છે. તેની સાથે પ્રવાસ કરી રહી છે. આ દરમિયાન, નતાશાથી અલગ થયા પછી, હાર્દિક સિંગર જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાની અફવા છે. બંનેની સાથેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp