અભિનેત્રીઓમાં અમુક સાથે કાસ્ટિંગ કાઉચ, કોઈને સાઈડ લાઈન; સરળ નથી આ ફિલ્મી દુનિયા!
આ દિવસોમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ એક પછી એક મોટા ખુલાસા કરી રહી છે. હેમા કમિટીની રિપોર્ટ જાહેર થયા પછી મલયાલમ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર ખુલાસા થઈ રહ્યા છે. આમાં ઈન્ડસ્ટ્રીના મોટા નામો સતત આગળ આવી રહ્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલમાં, વુમન ઇન સિનેમા કલેક્ટિવના ડિરેક્ટર અને સ્થાપક સભ્ય અંજલિ મેનને ખુલાસો કર્યો હતો કે, કેરળ ફિલ્મ ઉદ્યોગ માત્ર 10-15 મેન પાવર જૂથના નિયંત્રણ હેઠળ છે. મલયાલમ અભિનેત્રીઓ પણ એક પછી એક તેમની પર વીતેલી વાતો અને કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કરી રહી છે. હેમા કમિટીના રિપોર્ટ પછી દક્ષિણમાં આરોપ-પ્રત્યારોપની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. તેમાં અત્યાર સુધી મીનુ મુનીર, શ્રીલેખા મિત્રા અને સનમ શેટ્ટી સહિત અનેક અભિનેત્રીઓએ નિર્માતાઓ અને સહ-અભિનેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આવી સ્થિતિમાં, આવો અમે તમને જણાવીએ કે, એક મહિલા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવું કેટલું મુશ્કેલ હોય છે અને તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
કાસ્ટિંગ કાઉચનો મુદ્દો સિનેમા ઉદ્યોગ માટે ઘણો જૂનો મુદ્દો છે. આ મુદ્દો અવારનવાર ચર્ચાતો અને વિવાદમાં રહેતો હોય છે. અમુક બહારના વ્યક્તિઓની સામે પ્રથમ પડકાર છે કાસ્ટિંગ કાઉચ. ઘણીવાર એવું સાંભળવા મળે છે કે, કોઈ એક્ટ્રેસને કામ માટે મેકર્સ અને કો-એક્ટર સાથે સૂવાનું કહેવામાં આવે છે. આમાં બોલિવૂડથી લઈને સાઉથ અને ભોજપુરી સુધીની ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે, જેમણે પોતે પોતાની પર વીતેલી વાતો સંભળાવી છે. કાસ્ટિંગ કાઉચમાં ઘણી વખત એવું બન્યું છે કે, અભિનેત્રીની સાથે બળજબરી કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોય. જો આપણે સાઉથની વાત કરીએ તો, આ પહેલા નયનથારા, અનુષ્કા શેટ્ટી, ઐશ્વર્યા રાજેશ અને પાર્વતી તિરુવતી જેવી અન્ય અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કર્યો છે. આ સિવાય ઘણી એવી અભિનેત્રીઓ છે જેની સાથે બળજબરીનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ઘણી અભિનેત્રીઓએ સહ કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
સ્ત્રી અભિનેત્રીઓ માટે બીજો સૌથી મોટો પડકાર એ છે કે, સ્ત્રી કલાકારોને પુરૂષ કલાકારો કરતા ઓછી ફી મળે છે. બોલિવૂડમાં આ વાતની વારંવાર ચર્ચા થતી રહી છે. હિન્દી સિનેમામાં કેટરિના કૈફ, વિદ્યા બાલન, કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરા જેવી મહાન અભિનેત્રીઓએ આ મુદ્દે વાત કરી છે. સાઉથમાં તાપસી પન્નુ અને સામંથા જેવી અભિનેત્રીઓએ આ વિશે વાત કરી છે. તાપસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો મહિલા કલાકારો વધુ ફી માંગે છે તો કહેવાય છે કે તેઓ ખૂબ જ ડિમાન્ડ કરે છે. જ્યારે, જો કોઈ પુરુષ અભિનેતા વધુ ફી માંગે છે, તો તેને કહેવામાં આવે છે કે, તેની માર્કેટ વેલ્યુ વધી ગઈ છે.
ફિલ્મોમાં ટાઇપકાસ્ટ ભૂમિકાઓનો શિકાર બનવું એ પુરુષ અને સ્ત્રી બંને કલાકારો માટે એક મોટો પડકાર છે. પરંતુ, સ્ત્રી કલાકારોને મોટે ભાગે આનો સામનો કરવો પડે છે. તેનો શિકાર પ્રિયામણી જેવી દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રીઓ થઇ ચુકી છે. પ્રિયમણિને 'સાઉથ એક્ટર' કહેવામાં આવે છે. આમાં તેને ટાઇપકાસ્ટ કરવામાં આવી છે. આ વિશે, અભિનેત્રીએ પોતે એક વખત કહ્યું હતું કે, 'આશા છે કે આ ટૂંક સમયમાં બદલાઈ જશે. ઘણી વખત મેકર્સ નવા પ્રોજેક્ટ લઈને આવે છે અને મને કાસ્ટ કરવાનું કહે છે કારણ કે તેમને સાઉથ ઈન્ડિયન પાત્રની જરૂર હોય છે, તેથી જો મારો દેખાવ અને ઉચ્ચાર સમાન હોય, તો ઘણી વખત તેઓ મને ફિલ્મોમાં કાસ્ટ કરે છે, કારણ કે ટાઈપકાસ્ટ થવાના ચાન્સ ઓછા થઈ જાય છે. લોકો પછી અભિનેત્રીને એક જ પાત્રમાં જુએ છે અને તેમાં નવું કરવાનું કંઈ હોતું જ નથી.
પુરૂષ કલાકારોની તુલનામાં, સ્ત્રી કલાકારો માટે લગ્ન પછી કારકિર્દી બનાવવી થોડી વધુ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત લગ્ન પછી અભિનેત્રીને કામ નથી મળતું. આમાં ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવે છે કે તેની પાસે સમય નથી અને તેના પરિવારનું ધ્યાન રાખવું પડે છે, મેકર્સ ઘણી બધી વાતો કહે છે. ઘણી વાર એવું પણ બને છે કે લગ્ન પછી પતિ તેમના પર એક્ટિંગ છોડી દેવાનું દબાણ કરે છે, જેના કારણે ઘણી અભિનેત્રીઓનું કરિયર દાવ પર લાગે છે. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેઓ આ મુદ્દે પહેલા પણ બોલી ચૂકી છે. સોનાલી બેન્દ્રે, મીનાક્ષી શેષાદ્રી, નમ્રતા શિરોડકર, ગાયત્રી જોશી અને દક્ષિણ બોલિવૂડમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અસિન જેવી અભિનેત્રીઓના નામ સામેલ છે.
પ્રેગ્નન્સી પછી અભિનેત્રીઓ માટે ફિલ્મોમાં કરિયર બનાવવી વધુ મુશ્કેલ બની જાય છે. કારણ કે સામાન્ય રીતે ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે. ઘણી વખત તેમનું વજન વધી જાય છે અને કેટલાક લોકોના દેખાવમાં ફેરફાર જોવા મળે છે. આવી સ્થિતિમાં, આ કારણે તેમને ઘણી વખત ફિલ્મમાં લેવામાં નથી આવતી. પરંતુ, બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓએ કામ ન મળવાનું અને પ્રેગ્નન્સી પછી રિજેક્શનનો સામનો કરવાનો આ ચક્ર તોડી નાખ્યો છે. તેમાં કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓ છે, જેમણે લગ્ન અને ગર્ભાવસ્થા પછી ફરી એકવાર સ્ક્રીન પર પોતાની જાતને સ્થાપિત કરી છે.
એક અન્ય મુદ્દો બોલિવૂડથી લઈને સાઉથ સુધી ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, જે અભિનેત્રીની કારકિર્દીમાં અડચણ બની જાય છે. જે વધતી જતી ઉંમર અને લીડ રોલ ન મળવાને કારણે સાઈડલાઈન થઈ રહી છે. આમાં ઘણા મોટા નામ સામેલ છે. જેમ કે અભિનેત્રી શાંતિપ્રિયા અને 'આશિકી' ફેમ બોલિવૂડ અભિનેત્રી અનુ અગ્રવાલ. શાંતિપ્રિયા આ મુદ્દે ઘણી વખત બોલી ચૂકી છે કે તેની વધતી ઉંમરને કારણે કોઈ તેને લીડ રોલ નથી આપતું. દરેક વ્યક્તિ દેખાવ અને ઉંમર વિશે વાત કરે છે.
સાથે જ અભિનેત્રીને બોડી શેમિંગનો પણ શિકાર બનવું પડે છે. જો આમાં નામોની વાત કરીએ તો બોલિવૂડથી લઈને સાઉથ સુધીના મોટા ચહેરાઓ છે, જેઓ આનો શિકાર બન્યા છે. જેમાં પ્રિયામણી, પ્રત્યુષા, નમિતા, તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, રક્ષિતા અને ઇલિયાના જેવા નામો સામેલ છે. પ્રિયમણિએ 'મેદાન'ની રિલીઝ વખતે કહ્યું હતું કે, સાઉથની અભિનેત્રીઓને ઝીરો સાઈઝ સાથે કોઈ લેવાદેવા નથી. જો ત્યાંના દર્શકોને કોઈ અભિનેત્રીનું કામ ગમતું હોય તો તેઓ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે. જ્યારે, ઇલિયાનાને એક વખત પાતળા હોવાના કારણે અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. તેને ફિલ્મમાં કામ મળ્યું ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp