'ટાઈગર-3'માં કેટરીનાનો ટોવેલ ફાઈટ સીન જોઇ વિકી કૌશલે કેટરિનાને કહેલું....

PC: mashable.com

12 નવેમ્બરના રોજ દિવાળીના અવસરે રીલિઝ થયેલી ટાઈગર-3 દુનિયાભરમાં 400 કરોડથી વધારાની કમાણી કરી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઇ છે. સલમાન ખાનના એક્શન ઉપરાંત આ સ્પાઈ થ્રિલરમાં કેટરીના કૈફે પણ જબરદસ્ત એક્શન કર્યું છે. ફિલ્મમાં તેનો એક એક્શન સીન ખૂબ જ ચર્ચામાં પણ રહ્યો છે. આ સીન હતો કેટરીના કૈફનો હમામમાં ટોવેલ ફાઈટ સીન.

આ વાયરલ સીનમાં કેટરીના એટલે કે ISI એજન્ટ ઝોયા હોલિવુડ અભિનેત્રી મિશેલ લી સાથે ફાઈટ કરતી જોવા મળે છે. બંને તુર્કીના હમામમાં ટોવેલ ફાઈટ કરતી જોવા મળે છે. હવે કેટરીનાના પતિ વિકી કૌશલે આ સીન વિશે વાત કરી છે. એક્સપ્રેસ અડ્ડા પર વાત કરતા વિકીએ ખુલાસો કર્યો કે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન સીન જોતા સમયે તેણે કેટરીનાને કાનમાં શું કહ્યું હતું.

વિકી કૌશલે કહ્યું કે, હું ફિલ્મની સ્ક્રીનિંગ માટે ગયો હતો અને અમે ફિલ્મ જોઇ રહ્યા હતા. દેખિતી વાત છે કે, જ્યારે આ ફાઈટ સીન આવ્યો તો હું ફાઈટ સીક્વેંસની વચ્ચે કેટરીના બાજુ વળ્યો અને કહ્યું કે, હું હવેથી તમારી સાથે બહસ કરવા માગતો નથી. હું નથી ઈચ્છતો કે તમે મને ટુવાલ પહેરી આ પ્રકારે મારો. મને લાગ્યું કે, જે રીતે તેણે આ ફાઈટ કરી તે કમાલ હતી. વિકી આગળ કેટને કહે છે, તમે કદાચ બોલિવુડની સૌથી શાનદાર એક્શન અદાકારા છો. મને ખરેખર તમારી મહેનત પર ગર્વ છે. તમને જોવી પ્રેરણાદાયી છે.

જણાવીએ કે, કેટરીના કૈફની ટાઈગર-3 ફિલ્મ બાદ હવે વિકી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ પણ રીલિઝ માટે તૈયાર છે. વિકી આ બાયોપિક વોર ડ્રામામાં ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સેમ માનેકશોના પાત્રમાં જોવા મળશે. મેઘના ગુલઝારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ શુક્રવારે 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ સાથે ટક્કર લેશે. અર્જુન રેડ્ડી ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. રણબીરની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનું જબરદસ્ત રિએક્શન મળ્યું છે. સાથે જ એનિમલ ફિલ્મના સંગીતને પણ લોકો પસંદ કરી રહ્યા છે. એવામાં જોવાનું એ રહેશે કે વિકી કૌશલની 'સેમ બહાદુર' અને રણબીર કપૂરની 'એનિમલ' માંથી દર્શકોનો પ્રેમ કોને સૌથી વધારે મળશે? શુક્રવારે ખબર પડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp