એક્શન, ડ્રામા, રોમાન્સ, થ્રીલર.. આ વિકેન્ડ જોઈ શકો છો આ ફિલ્મો-વેબ સીરિઝ

PC: dishadaily.com

નવું વિકેન્ડ, નવી લિસ્ટ અને ખૂબ મનોરંજન. આ વીકેન્ડ ફેમિલી સાથે સમય વિતાવવાનો સમય પ્લાન કરી રહ્યા છો કે પછી ઘરે એકલા છો તો આ ફિલ્મો અને વેબ સીરિઝ જોઈ શકો છો. તેમાં થ્રીલર, ઈન્સપીરેશનલ કહાનીઓ અને ખૂબ એક્શન તમને જોવા મળશે.

ટ્રૂ ડિટેક્ટિવ: નાઈટ કન્ટ્રી:

'વેબ સીરિઝ ટ્રૂ ડિટેક્ટિવ: નાઈટ કન્ટ્રી'ની ચોથી સીઝન રીલિઝ થઈ ચૂકી છે. તે HBO પર ઉપલબ્ધ છે. એક રિસર્ચ સ્ટેશનથી 8 પુરુષ ગાયબ થઈ જાય છે. 2 ડિટેક્ટિવ મળીને કયા પ્રકારે તેમને અલાસ્કામાં શોધે છે. કહાની રસપ્રદ છે.

સાલાર:

નેટફલિકસ પર પ્રભાસની ફિલ્મ 'સાલાર' આવી ચૂકી છે. થોડા દિવસ અગાઉ જ તે થિયેટર્સમાં આવી હતી. મેકર્સે હવે OTT પર રીલિઝ કરી છે. કહાની 2 મિત્રોની અતૂટ મિત્રતાની છે. દેવા (પ્રભાસ) અને રુદ્ર (પૃથ્વીરાજ સુકુમારન) બાળપણમાં એક-બીજા માટે પોતાના જીવના જોખમમાં મુકત પણ ખચકાતા નથી.

ધ પિયાનિસ્ટ:

આ એક હોલિવુડ ફિલ્મ છે જે ઓસ્કાર માટે પણ જઇ ચૂકી છે. કહાની એક પિયાનિસ્ટની છે જે સરવાઇવલ માટે ઘણી વસ્તુ કરે છે. ફિલ્મ ખૂબ જ સુંદર છે. તમે જોઈ શકો છો.

સપને વર્સિસ એવરિવન:

વેબ સીરિઝ સાપને વર્સિસ એવરિવન યુટ્યુબ પર ઉપલબ્ધ છે. એ પણ ફ્રીમાં. કહાની માત્ર એટલી જ છે કે કયા પ્રકારે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સપના જીવવા અને પૂરા કરવા માટે પ્રેરિત કરે છે.

ઇન્ડિયન પોલીસ ફોર્સ:

અમેઝોન પ્રાઇમ પર રોહિત શેટ્ટીની એક્શન ડ્રામા વેબ સીરિઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' રીલિઝ થઈ ચૂકી છે. કહાનીમાં એક હીરોની જગ્યાએ પોલીસ ફોર્સમાં કામને ટ્રિબ્યૂટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફોલ:

અમેઝોન પ્રાઇમ પર ફિલ્મ છે ફોલ. તેની કહાની એટલી જ છે કે પતિ-પત્ની અને મિત્ર હોય છે જે ફ્લાઇમ્બર્સ હોય છે. પતિનું ક્લાઇમ્બ કરતા મોત થઈ જાય છ. પત્ની ગમમાં જીવન જીવી રહી હોય છે કે મિત્ર આવે છે અને તેને એક 2000 ફૂટ જૂના ટાવર પર ચઢવા કહે છે. બંને મિત્ર ચઢી જાય છે, પરંતુ ઉતરવાનો સમય આવે છે તો ટાવરની સીડીઓ તૂટી જાય છે. ઘણા દિવસ સુધી તેઓ કેવી રીતે સરવાઇવ કરે છે તેના પર કહાની છે.

ડોન્ટ બ્રીદ

અમેઝોન પ્રાઇમ પર ઘણી ફિલ્મો છે. તેમાંથી એક ડોન્ટ બ્રીદ છે. તેની કહાની એટલી જ છે કે એક આર્મી મેન હોય છે જે બ્લાઇન્ડ હોય છે. તેના ઘરમાં એક વ્યક્તિ તેને મારવા આવે છે. તે કોઈક પ્રકારે એ વ્યક્તિને માત્ર શ્વાસ લેવાના અવાજના દમ પર મારી નાખે છે. એ જોવાનું ખૂબ રસપ્રદ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp