ટાઈગર શ્રોફની સતત ફ્લોપ ફિલ્મોથી ડર્યા પ્રોડ્યુસર્સ? બંધ થઈ આ 4 મોટી ફિલ્મો

ટાઈગર શ્રોફના કરિયર માટે આ માઠો સમય ચાલી રહ્યો છે. એક્ટરની પાછલી ફિલ્મો 'ગનપત', 'હિરોપંતી 2', બાઘી 3' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઉંધા મોઢે પડી. એવામાં અક્ષય કુમાર સાથે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' પાસે આશા હતી. એ પણ ન ચાલી. ટાઈગરને લાંબા સમયથી એક મોટી હિટ ફિલ્મની શોધ છે, પરંતુ હવે લાગે છે કે મેકર્સ તેના પર પૈસા ખર્ચ કરવા તૈયાર નથી. તાજા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફને લઈને બનાવવામાં આવનારી 4 મોટી ફિલ્મો બંધ થઈ ગઈ છે. જો કે, અમે આ સમાચારની પુષ્ટિ કરી રહ્યા નથી.
ગનપત 2:
ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'ગનપત' ગયા વર્ષે રીલિઝ થઈ હતી. ફિલ્મની થીમ ગરીબી અને ગુંડાઓ વચ્ચે મોટા થયેલા ગનપતની કહાની હતી, જે પોતાના લોકોને અત્યાચારથી મુક્તિ અપાવશે. પરંતુ આ કહાનીનો ન તો પ્લોટ ઓડિયન્સને સમજ આવ્યો અને ન કારણ વિનાનું એક્શન. ફિલ્મ ફ્લોપ થઈ ગઈ અને તેની સાથે જ 'ગનપત 2' આવવાનું સપનું પણ તૂટી ગયું.
રેંબો:
ટાઈગર શ્રોફને લઈને વરુણ ધવનના ભાઈ રોહિત ધવન 'રેંબો'નું ડિરેક્શન કરી રહ્યા હતા. પ્રોડ્યુસર હતા સિદ્ધાર્થ આનંદ. આ વર્ષે એપ્રિલમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું, પરંતુ બડે મિયાં છોટે મિયાં ફ્લોપ થયા બાદ મેકર્સનું મન બદલાઈ ગયું. થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે મેકર્સ 150 કરોડના પોતાના બજેટને ઓછું કરવાના છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હાલમાં બની રહી નથી.
હીરો નંબર 1:
વાસુ ભગનાની, એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટાની સાથે ફિલ્મ 'હીરો નંબર 1' બનાવી રહ્યા હતા, પરંતુ હવે આ ફિલ્મ બંધ થવાના સમાચાર છે. આમ વાસુ ભગનાનીએ જ 'બડે મિયાં છોટે મિયાં' પર પૈસા લગાવ્યા હતા. હવે કદાચ પ્રોડ્યુસર એક્ટરની સતત ફ્લોપ ફિલ્મોના કારણે રિસ્ક લેવા માગતા નથી.
સ્ક્રૂ ઢીલા હૈ:
કરણ જૌહર, એક્ટર ટાઈગર શ્રોફ સાથે 'સ્ક્રૂ ઢીલા હૈ' નામની ફિલ્મ બનાવવાના હતા, પરંતુ અચાનક આ પ્રોજેક્ટ વર્ષ 2022માં જ બંધ થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ માટે ટાઈગર શ્રોફની ટીમે એ સમયે પ્રોડ્યુસર પાસે 30 કરોડની ફીસ માગી હતી. કરણ પાસે આ ફિલ્મને બંધ કરવા સિવાય બીજું કોઈ ઓપ્શન બચ્યું નહોતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp