તૃપ્તિ ડિમરીએ 'એનિમલ'માં રણબીર સાથેના 'ઈન્ટીમેટ' દૃશ્યોની વાર્તા કહી

PC: twitter.com

'એનિમલ' ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે. તૃપ્તિએ આ ફિલ્મમાં તેના ઈન્ટીમેટ સીન્સ વિશે વિગતવાર વાત કરી છે. તેણે કહ્યું કે નિર્માતાઓએ તે સુનિશ્ચિત કરવા માટે ખાસ કાળજી લીધી કે તે આરામદાયક રહે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા તેણે કહ્યું કે, ફિલ્મના હીરો રણબીર કપૂર આ દ્રશ્યો કરતી વખતે તૃપ્તિ અસ્વસ્થતા ન અનુભવે તેની ખાતરી કરતો હતો. ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ પણ આ વાતને ધ્યાનમાં રાખી હતી.

તૃપ્તિ ડિમરીને પૂછવામાં આવ્યું કે, શું તેણે રણબીર સાથેના અંતરંગ દ્રશ્યો અંગે નિર્દેશક સાથે ચર્ચા કરી હતી. જવાબ મળ્યો કે, ડાયરેક્ટર વાંગાએ ફિલ્મ સાઈન કરતા પહેલા જ તેમને આ અંગે જાણ કરી દીધી હતી. તેણે તે તૃપ્તિ પર છોડી દીધું કે તે આ દ્રશ્યો કરવામાં આરામદાયક છે કે નહીં. વાંગાએ એમ પણ કહ્યું હતું કે, તે આ દ્રશ્યોને સુંદરતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ બનાવવા માંગે છે.

એનિમલમાં તૃપ્તિ ડિમરીના પાત્રનું નામ ઝોયા છે. વાંગા ઈચ્છતો હતો કે, ઝોયાનું પાત્ર સુંદર અને ખતરનાક પણ દેખાય.

તૃપ્તીએ વધુમાં કહ્યું કે, જ્યારે તેને આ દ્રશ્યો વિશે કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણો છે. આવા દ્રશ્યો ફિલ્માવતી વખતે સેટના વાતાવરણમાં પણ ફરક પડે છે. તમારી આસપાસના લોકો તમને આરામદાયક અનુભવ કરાવે છે કે નહીં, તે બધું ઘણું મહત્વનું છે.

આ દરમિયાન તેણે ફિલ્મ બુલબુલના રેપ સીન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે સીન શૂટ કરતી વખતે પણ ફિલ્મ મેકર્સે સેટ પર તેના આરામનું ધ્યાન રાખ્યું હતું. તેણે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે, આ દરમિયાન સેટ પર 5થી વધુ લોકો ન હોય. ડાયરેક્ટર, DOP અને સીન માટે જરૂરી કલાકારો સિવાય કોઈને પણ સેટની નજીક જવાની મંજૂરી નહોતી. બધા મોનિટર બંધ રાખવામાં આવ્યા હતા.

આ દરમિયાન મેકર્સે તેને કહ્યું કે જો તે અસ્વસ્થતા અનુભવે છે તો તેણે મેકર્સને જણાવવું જોઈએ, તેઓ તે મુજબ કામ કરશે.

ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં સતત રેકોર્ડ તોડી રહી છે. એવી આશા છે કે, આગામી બે સપ્તાહમાં ફિલ્મ 900 કરોડના આંકડા સુધી પહોંચી શકે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી ઉપરાંત રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ છે.

ફિલ્મ કમાણી પણ કરી રહી છે અને તેની ટીકા પણ થઈ રહી છે. ઈન્ટરનેટ પર તૃપ્તિના પાત્રની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પહેલા 2022માં આવેલી ફિલ્મ 'કલા'માં પણ તેની એક્ટિંગના વખાણ થયા હતા. આ સિવાય તૃપ્તિએ 'બુલબુલ' અને 'લૈલા મજનૂ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp