46 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું જિમમાં વર્કઆઉટ કરવા દરમિયાન મોત

PC: news18.com

ટી.વી.ના પ્રખ્યાત એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન થઇ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે શુક્રવારે સવારે જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, જ્યારે તેનું નિધન થઇ ગયું. સિદ્ધાંત વીર સૂર્યવંશીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ સિદ્ધાંતને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. રાજૂ શ્રીવાસ્તવ અને દીપેશ ભાન બાદ આ ત્રીજું મોત છે, જ્યારે જિમમાં વર્કઆઉટ કરતા કોઇ એક્ટરનું મોત થયું છે.

એક્ટર સિદ્ધાંત ‘કુસુમ’, ‘વારિસ’ અને સૂર્યપુત્ર કર્ણ’ માટે ખૂબ જાણીતો છે. ટી.વી. એક્ટર જય ભાનુશાલીએ પુષ્ટિ કરતા ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા છે. સિદ્ધાંત વીર સૂર્યવંશી પોતાની પાછળ પત્ની અલિસિયા રાઉત અને બે સંતાનોને છોડી ગયો છે. ફિટનેસને લઇને સિદ્ધાંત ખૂબ સતર્ક રહેતો હતો. જય ભાનુશાલીએ સિદ્ધાંત વીરની તસવીર શેર કરતા લખ્યું કે, ‘ભાઇ તું ખૂબ જલદી જતો રહ્યો.’ મીડિયા સાથે વાતચીત કરતા જય ભાનુશાલીએ સિદ્ધાંતના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે, મને એક કોમન મિત્ર પાસેથી આ સમાચાર મળ્યા છે. જિમમાં વર્કઆઉટ કરતા તેણે અંતિં શ્વાસ લીધા.’

કોણ હતો સિદ્ધાંત વીર સૂર્યવંશી?

સિદ્ધાંત વીર સૂર્યવંશીએ એક મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેને આનંદ સૂર્યવંશી નામથી પણ ઓળખવામાં આવે છે. સીરિયલ ‘કુસુમ’થી તેણે પોતાનું ટી.વી. ડેબ્યૂ કર્યું હતું. એ સિવાય પણ સિદ્ધાંત વીરે ઘણાં પોપ્યુલર શૉઝમાં કામ કર્યું અને ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. ‘કસૌટી જિંદગી કી’, ‘કૃષ્ણ અર્જૂન’, ‘ક્યાં દિલ મેં હૈ’ બાદ તો સિદ્ધાંત વીર સૂર્યવંશીએ કરિયરની ઉડાણ ભરી હતી. તેના અંતિમ પ્રોજેક્ટ ટી.વી. શૉ ‘ક્યોં રિશ્તો મેં કટ્ટી-બટ્ટી’ અને ‘જિદ્દી દિલ’ હતા.

સિદ્ધાંત વીર સૂર્યવંશીની પર્સનલ લાઇફ કન્ટ્રોવર્શિયલ રહી છે. પહેલા તેણે ઇરા નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2015માં તેમના છૂટાછેડા થઇ ગયા. તેના 2 વર્ષ બાદ સિદ્ધાંત વીરને ફરી પ્રેમ થઇ ગયો. અલિસિયા પર તે દિલ હારી બેઠો. પહેલા લગ્નથી તેની પાસે એક દીકરી હતી. બીજા લગ્ન બાદ તેને એક દીકરો થયો. બંને સંતાનોની દેખરેખ સિદ્ધાંત અને અલિસિયા મળીને કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp