ટીવીની નંબર 1 સિરિયલ 'નાગિન'થી રાતોરાત સ્ટાર બનેલી એક્ટ્રેસ કામ માટે ભટકે છે

PC: hindi.news18.com

ફિલ્મો અને TVમાં જોવા મળતા કલાકારોના જીવન પ્રત્યે દરેક વ્યક્તિ આકર્ષિત થતા હોય છે. આટલું જ નહીં પણ તેઓ તેના જેવું જીવન જીવવાની ઈચ્છા રાખતા હોય છે. ઘણી વખત દેખાય તેવું નથી હોતું, પણ ખ્યાતિ, પૈસા, ઝાકમજોળ જેવી ભપકાદાર લાઈફને જોઈને લોકો તેના તરફ આકર્ષાતા હોય છે, પરંતુ આવું જીવન મેળવવું એટલું સરળ નથી, તેની પાછળ એક લાંબો સંઘર્ષ છુપાયેલો હોય છે.

સ્ટાર્સ માટે સ્ટારડમ જાળવી રાખવું એ એક મોટો પડકાર છે. એક પછી એક ફિલ્મો કે TV સિરિયલોમાં કામ કર્યા પછી પણ સ્ટાર્સ ક્યારેક ટૂંકા વિરામ માટે ઝંખે છે. તે એક સમયે ટોચની TV અભિનેત્રી હતી, જેણે ઘણી TV સિરિયલોમાં બેક ટુ બેક કામ કર્યું હતું, પરંતુ હવે તે બેરોજગારી સામે લડાઈ લડી રહી છે.

કામ માટે સંઘર્ષ કરતી આ અભિનેત્રીએ એકતા કપૂરના શોમાં કામ કર્યું છે. તે રોહિત શેટ્ટીના સ્ટંટ બેસ્ટ શો ખતરોં કે ખિલાડીની સ્ટાર રહી ચુકી છે. આ સિવાય તે ઘણા TV શોનો પણ ભાગ રહી ચુકી છે, પરંતુ હવે તે નાના કામ માટે પણ સંઘર્ષ કરી રહી છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ નિયા શર્મા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર પોતાની ખુબસુરતીના ફોટાઓ પોસ્ટ કરતી રહે છે.

તાજેતરમાં, અભિનેત્રીએ લીલા રંગના બેકલેસ ગાઉનમાં ચાહકોને ઘાયલ કરે તેવી તસવીરો શેર કરી હતી, જેમાં તેનો સિઝલિંગ લુક ચાહકોને આશ્ચર્યમાં મૂકી દે છે.

નિયા શર્માને માત્ર TV સિરિયલોમાં જ નહીં પરંતુ મ્યુઝિક વીડિયોમાં પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. લાંબા સમયથી પડદાથી દૂર રહેલી અભિનેત્રીને લોકો વારંવાર પૂછે છે કે, શું તેણે અભિનયમાંથી બ્રેક લીધો છે? આ વાતનો ખુલાસો તેણે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.

અભિનેત્રીએ કહ્યું હતું કે, તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. કારણ કે લોકો વિચારે છે કે તેમણે બ્રેક લીધો છે, પરંતુ સત્ય એ છે કે ન તો મારી ઉંમર થઈ છે અને ન તો મને બ્રેકની જરૂર છે.

પોતાને ભિક્ષુક ગણાવતા તેણે કહ્યું હતું કે હું હજુ પણ ભિક્ષુક છું, જેને કામ અને પૈસા બંનેની જરૂર છે. તેણે કહ્યું હતું કે મારા માટે ઓડિશન અચાનક બંધ થઈ ગયા છે. જ્યારે પણ મને કોઈ મોટી ઓફર મળશે, હું તેને તરત જ લઈ લઈશ. નિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની સુંદર તસવીરો અને વીડિયોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp