1990 નવા વર્ષની ઉજવણી કેવી હતી, દૂરદર્શને શેર કર્યો 32 વર્ષ પહેલાનો વીડિયો

PC: twitter.com/memorable_90s

દર વર્ષ 365 દિવસો બાદ એક નવા વર્ષની શરૂઆત થાય છે અને દરેક નવા સંકલ્પો સાથે પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરે છે. નવા વર્ષને ખાસ બનાવવામાં એન્ટરટેનમેન્ટ જગતનું ખાસ યોગદાન રહ્યું છે. આજના સમયમાં નવા વર્ષ પર દરેક શૉમાં કંઈક ને કંઈક સ્પેશિયલ હોય છે તો ગત જમાનામાં નવા વર્ષનું સેલિબ્રેશન પણ કંઈ ઓછું નહોતું. એક દિવસ પહેલા એટલે કે શનિવારે વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન નવા વર્ષના સેલિબ્રેશનના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર જૂના દિવસોની યાદ આપવી દીધી છે.

વેટેરન એક્ટર્સ પર ફિલ્માવવામાં આવેલા આ નવા વર્ષના સેલિબ્રેશનના વીડિયોમાં દિપ્તી નવલ, શત્રુઘ્ન સિંહા, શબાના આજમી, ઓમ પૂરી, દારા સિંહ, હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જેવા ઘણા દિગ્ગજ કલાકાર નજરે પડી રહ્યા છે. આ વીડિયોને દૂરદર્શન પર ઓન યર કરવામાં આવ્યો હતો. જેમાં લોકો માટે નવા વર્ષના અવસર પર સરકાર દ્વારા આપવામાં આવતી ખાસ યોજનાઓનું ખાસ વિવરણ પણ છે. ‘હર નલકે મેં પાની, દેશ મેં દૂધ કી ગંગા બહતી, ઝટ એડમિશન, ફટ સે પેન્શન, ભાષણ કમ કામ જ્યાદા, સિર્ફ એક દિન નહીં પૂરા સાલ.’ કંઈક એવા સંકલ્પો સાથે ભરેલું હતું 1990નું વર્ષ.

આ વાયદા પુરા થયા અને દેશ ખૂબ પ્રગતિ કરી ચૂક્યો છે. વર્ષ 1990ના આ વર્ષના સેલિબ્રેશનવાળા વીડિયો પર ઘણા લોકોએ જૂના દિવસોને યાદ કર્યા છે. જસ્ટ ટ્વીટો નામના યુઝરે લખ્યું કે રોકવાથી ન રોકાય કોઇથી ક્યારેય સમયની ધાર, યાદોની મૌસમ તાજી છે, અંદર મન કે દ્વાર. હમીદ નામના યુઝરે લખ્યું કે શું હસીન જમાનો હતો. અખ્તર નાગોરી નામના યુઝરે લખ્યું કે બસ કર પાગલ રડાવીશ કે શું? આર્યા નામના યુઝરે લખ્યું કે આ બધા સપનાને શું થઈ ગયું? શું શું આપણે આ 30+ વર્ષોમાં ગુમાવી દીધું. હોપ. આપણાં એક્ચૂઅલ સારા દિવસ પાછા આવી જશે. હેપ્પી ન્યૂ યર.

આજે આ પ્રકારના વીડિયો ન સહી પરંતુ દર્શકો માટે લાઈવ ઇવેન્ટ થાય છે. એક મંચ પર સ્ટાર્સનો જમાવડો થાય છે. ખૂબ નાચવું, ગાવું અને મસ્તી મજાનો માહોલ હોય છે. જોકે વર્ષ 2021 અને વર્ષ 2022 માટે તે ખૂબ અલગ રહ્યું. કોરોના વાયરસની દહેશત વચ્ચે ઇવેન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે છતા પણ સેલિબ્રિટિસે પોતાના ફેન્સને નિરાશ કર્યા નથી. તેઓ પોતાના ખાસ ફોટોઝ અને વીડિયોઝ દ્વારા ઓડિયન્સનું મનોરંજન કરવાનું ચાલુ રાખે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp