ઉર્ફી અંજલિના MMS લીક પર બોલી- જો કોઈ છોકરી સેક્સનો વીડિયો બનાવે તો...
બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતના રિયાલીટી શો ‘લોક અપમાં જોવા મળેલી સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા ગત કેટલાક સમયથી પોતાના MMS લીકને લઈને ચર્ચામાં છે. આના કારણે અંજલિને ખૂબ જ ટીકાનો સામનો કરવો પડ્યો છે. જો કે, તેણે સ્પષ્ટ પણ કર્યું કે, લીક થયેલા MMSમા તે નથી, તદ્દઉપરાંત તેણે ટાર્ગેટ કરવામાં આવે છે. તેના MMS લીક વિવાદ પર હવે ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે રિએક્શન આપ્યું છે.
‘મેરી દુર્ગા’ અને ‘બિગ બોસ OTT’ જેવા ટીવી શોમાં કામ કરી ચૂકેલી ઉર્ફી જાવેદ પોતાના સાર્ટોરિયલ ચોઈસેસ માટે જાણીતી છે, તેનું અનોખું ડ્રેસિંગ સેન્સ તેણે હેડલાઈન્સમાં બનાવી રાખે છે. આ ઉપરાંત તે પોતાના વિવાદિત નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્ફીએ અંજલિ અરોરાના MMS લીક વિવાદ પર મૌન તોડ્યું છે.
અંજલિ અરોરાના MMS લીક પર ઉર્ફી જાવેદે કહ્યું...
એક મીડિયા ચેનલ અનુસાર, ઉર્ફી જાવેદે અંજલિ અરોરાના MMS લીક પર કહ્યું કે, ‘ભલે આમાં તે હોય કે ન હોય અને તે ઈચ્છતી ન હતી કે, વીડિયો બહાર આવે. જો આ લીક થયું છે, તો તે હજુ પણ અહીં વિકટીમ છે. તમે લોકો આને કેમ નથી સમજતા? ભલે તેણે આવું કર્યું હોય અથવા કોઈ છોકરીએ પોતાને રેકોર્ડ કર્યું હોય. જો આ વીડિયો લીક થાય છે, તો પણ તે વિકટીમ છે. તેણે પોતાના માટે વીડિયો રેકોર્ડ કર્યો, તે ઈચ્છતી ન હતી કે, દુનિયા આને જુએ.’ જો કોઈ છોકરી માસ્ટરબેટ અથવા સેક્સ કરતા પોતાનો વીડિયો રેકોર્ડ પણ કરતી હોય અને તેનો વીડિયો લીક થઇ જાય તો તે છોકરી પીડિત હોય છે
ઉર્ફી જાવેદે અંજલિ અરોરાને ગણાવી વિકટીમ
ઉર્ફી જાવેદે આગળ કહ્યું કે, ‘જો કોઈ આને લીક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો તે વિકટીમ છે. ભારતમાં હજુ પણ વિકટીમને જ દોષી માનવામાં આવે છે. જો કોઈ છોકરી સાથે બળાત્કાર થાય છે તો, લોકો તેના કપડા પહેરવાની સ્ટાઈલને દોષ આપે છે. લોકો છોકરીઓને અંધારામાં રાખવા ઈચ્છે છે. ઈન્ડિયામાં છોકરીઓને દોષ આપે છે, તેમણે ચુડૈલ કહેવામાં આવે છે. જો કોઈ છોકરી કંઈક કરે છે, તો લોકો તેના વિશે વાતો કરે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp