થોડા પૈસા માટે આ હદ સુધી જતી રહી હતી ઉર્ફી જાવેદ, હવે થઈ રહ્યો છે પસ્તાવો

PC: indiatimes.com

ખુબ જ ઓછા સમયમાં પોતાના ફેશન સેન્સને કારણે ઉર્ફી જાવેદે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે ઉર્ફીના ડ્રેસ બીજું કોઈ નહી પણ ઉર્ફી પોતે જ ડિઝાઇન કરે છે અને આ ડ્રેસને સીવે પણ પોતે જ છે. ઉર્ફી જેટલું પોતાના ડ્રેસિંગ સેન્સને કારણે લાઇમલાઈટમાં રહે છે એટલું જ પોતાની પર્સનલ જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું હતું કે, 2500 રૂપિયા કમાવવા માટે તેણે આ હદ સુધી જવું પડ્યું હતું.

ફક્ત 6 જ મહિના ગઈ કોલેજ

ઉર્ફી જાવેદે એક ઇન્ટરવ્યૂમાં પોતાની જિંદગીને લઈને ઘણા ખુલાસા કર્યા છે. ઉર્ફી જાવેદે જણાવ્યૂ કે તેણે 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને સ્કુલ પછી તે ફક્ત 6 મહિના માટે કોલેજ ગઈ હતી. એમાં પણ તે કોલેજમાં બંક મારીને ઓડીશન માટે ઘણી વાર જતી રહેતી હતી.

2500 રૂપિયા હતી પહેલી આવક

ઇન્ટરવ્યૂમાં ઉર્ફી જાવેદે (Urfi Javed) કહ્યું કે પૈસાની એટલી વધુ અછત હતી કે, તે કોઈ પણ પ્રકારનો નાનો રોલ કરવા તૈયાર થઇ ગઈ હતી. પોતાની પહેલી આવક વિશે વાત કરતા સમયે ઉર્ફી જાવેદે કહ્યું કે, હું ઓડીશન આપવા ગઈ હતી લીડ રોલ માટે પરંતુ મેકર્સે મને એક દિવસનો રોલ ઓફર કર્યો. મેકર્સે તેને કહ્યું હતું કે સીનમાં એક છોકરો હશે. તેના પર તારે ચઢી જવાનું છે. સાંભળવામાં આ થોડું અજુગતું લાગતું હતું, પરંતુ પૈસાની એટલી વધુ જરૂરત હતી કે હું એ આ ઓફર સ્વીકારી લીધી અને કામ કર્યું. મને ઘણી વાર પસ્તાવો થાય છે કે હું પૈસા માટે કેટલા નાના-નાના રોલમાં કામ કરી ચુકી છું.

સાડી પહેરીને લખ્યું આવું કેપ્શન

આ પહેલા ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વીડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ઉર્ફી સાડી પહેરીને દેખાઈ આવી. ઉર્ફી એ જે વીડીયો શેર કર્યો હતો તેના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું હતું. આ ગીતના શબ્દો છે 'ચોલી કે પીછે ક્યા હે'. જો કે ઉર્ફી ના આ વીડીયોમાં ગીતની પાછળની લાઈન સંભરાઈ રહી હતી. તે લાઈન છે, 'બેગમ બગૈર બાદશાહ કિસ કામ કા'. ત્યારે ઉર્ફી એ આ વીડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'બાદશાહ બગૈર બેગમ બડે કામ કી'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp