મા ઈચ્છે છે કે દીકરો વિજેતા બને, કહ્યું-વહુ અંકિતા તો વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં..

PC: livehindustan.com

અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17ના ઘરમાં પ્રવેશી હતી. તાજેતરમાં, અંકિતાની માતા અને તેની સાસુ બંને તેમના બાળકો સાથે એક દિવસ પસાર કરવા માટે બિગ બોસના ઘરમાં જોડાયા હતા. મીડિયા સૂત્રો સાથેની ખાસ વાતચીતમાં અંકિતાના સાસુએ કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર આ શોનો વિજેતા બને.

વિકી જૈનની માતા હવે બિગ બોસ 17ના ઘરમાંથી બહાર આવી ગઈ છે. ઘરની અંદર તેણે પુત્ર વિકી અને પુત્રવધૂ અંકિતા લોખંડેને પ્રેમથી રહેવાની સલાહ આપી છે. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં, વિકીની માતાએ કહ્યું કે, તે ઇચ્છે છે કે તેનો પુત્ર બિગ બોસ 17નો વિજેતા બને, કારણ કે અંકિતા લોખંડે એક અભિનેત્રી છે અને છેલ્લા 16-17 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય છે. પરંતુ તેનો પુત્ર એક્ટર નથી અને આ તેનો પહેલો શો છે. સલમાન ખાનના આ શોમાં તે સારું પ્રદર્શન કરી રહ્યો છે અને તેથી તે વિજેતા બનવાનો હકદાર છે.

વિકીની માતાએ કહ્યું, 'દર્શકોએ વિકીને પ્રેમ કરતા રહેવું જોઈએ. તે આ શોમાં પહેલીવાર આવ્યો છે અને તે ફરીથી પોતાનો બિઝનેસ છોડીને આવા રિયાલિટી શોમાં નહીં આવે. કલાકારો તો વારંવાર આવતા રહે છે, તેમને આ ક્ષેત્રમાં જ કામ કરવાનું હોય છે. પણ વિકીએ ફરી વખત આવું કરવાનું નથી. તેનો પોતાનો બિઝનેસ છે. તે સંપૂર્ણ સત્યવાદી છે, બિલકુલ જૂઠો નથી. તે વાસ્તવિકતામાં છે જે રીતે તે શોમાં દેખાય છે. તે ખૂબ જ દુઃખી થાય છે કે, તે બધાને દિલથી મદદ કરે છે અને લોકો તેને 'ફેક' કહે છે. હવે લોકોની પોતાની વિચારસરણી હોય છે. આપણે શું કહી શકીએ?'

પુત્રવધૂ અંકિતા લોકપ્રિય હોવા છતાં, વિકીની માતા તેના પુત્રને વિજેતા બનતો જોવા માંગે છે. તેણે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે વિકી જીતે, તેને આ જોઈને ખૂબ જ આનંદ થશે. મને યાદ છે કે, જ્યારે અમે એક એવોર્ડ ફંક્શનમાં જઈ રહ્યા હતા ત્યારે વિકીએ અમને કહ્યું હતું કે મા, અત્યારે અમારી સાથે ન આવો. જ્યારે હું શો જીતીશ, ત્યારે બધા તમને આગળની સીટ પર બેસાડશે અને તમને ત્યાંથી કોઈ હટાવશે નહીં. અત્યારે આવશો તો પાછળ બેસીને જોવું પડશે. અમને લાગે છે કે, તેનું આ સપનું પૂરું થવું જોઈએ. અંકિતા 16-17 વર્ષથી આ ફિલ્ડમાં છે. વિકી તો પહેલી વાર ગયો છે અને કદાચ છેલ્લી વાર પણ હશે. કદાચ ફરીથી જઈ શકશે નહીં. તેથી દર્શકોએ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે, બિગ બોસ જીતી ને જ વિકી બહાર આવે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp