રજનીકાંત કરતા પણ વધારે ફી લે છે થલપતિ વિજય, જાણો કેટલી છે તેની સંપત્તિ

PC: instagram.com

જોસેફ વિજય ચંદ્રશેખરને થલપતિ વિજયના નામથી તેના ફેન્સ બોલાવે છે. તમિલ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીનો ટોચના એક્ટર્સમાંનો એક છે. બે દશકથી તે ફિલ્મ દુનિયામાં લોકો પર પોતાનો જાદુ પાથરી રહ્યો છે. પોતાના ફિલ્મી કરિયરમાં એક્ટરે આશરે 65 ફિલ્મો કરી છે અને દરેક ફિલ્મ લગભગ હીટ રહી છે. કેટલાંકે તો રેકોર્ડ તોડ કમાણી કરી છે. થલપતિ વિજય માત્ર એક્ટિંગમાં નહીં પરંતુ ડાન્સિંગમાં પણ માહેર છે. લાખો-કરોડો ફેન્સના દિલમાં તે વસે છે. શું તમે જાણો છો કે થલપતિ વિજય ઈન્ડિયન સિનેમામાં સૌથી પૈસાદાર એક્ટર છે. થલપતિ વિજય કેટલી લક્ઝુરીયસ લાઈફ જીવે છે.

તે સિવાય તેની વાર્ષિક કમાણીના આધાર પર ઘણી વખત ફોર્બ્સ ઈન્ડિયા 100 સેલિબ્રિટીના લિસ્ટમાં જગ્યા મળી છે. હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ બીસ્ટ વિજયે 100 કરોડની ફી લઈને સાઈન કરી હતી. ફિલ્મે રેકોર્ડતોડ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. એ ફિલ્મ માટે થલપતિ વિજય કરોડોમાં ફી લે છે. રિપોર્ટ્સની માનીએ તો તેણે સુપરસ્ટાર રજનીકાંતને પણ આ મામલામાં પાછળ છોડી દીધા છે. રજનીકાંતે ફિલ્મ દરબાર માટે આશરે 90 કરોડ રૂપિયા લીધા હતા. વિજય ઘણી બધી કંપનીઓ માટે એડ કરે છે.

દર વર્ષે માત્ર એડમાંથી જ વિજય 10 કરોડ રૂપિયા કમાઈ લે છે. આઈપીએલમાં રમાનારી ક્રિકેટ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રચાર થલપતિ વિજય કરતો જોવા મળે છે, રિપોર્ટ પ્રમાણે, થલપતિ વિજયના નેટવર્થ 410 કરોડ રૂપિયા છે. દર વર્ષે તે 100-120 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તે પણ માત્ર એડ અને ફિલ્મોથી. થલપતિ વિજયના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પસે રોલ્સરોય ઘોસ્ટ છે,જેની કિંમત 6 કરોડ રૂપિયા છે. આ સિવાય ઔડી8 છે, તેની કિંમત 1.38 કરોડ રૂપિયા છે, બીએમડબલ્યુ સીરિઝ 5 છે, જેની કિંમત 75લાખ રૂપિયા છે. બીએમડબલ્યુ એક્સ6 છે, જેની કિંમત 90 લા રૂપિયા છે. મિની કૂપર પણ છે. વિજય ચેન્નાઈમાં પોતાના પરિવાર સાથે એક આલિયસાન બંગલામાં રહે છે. આ ઘર ઘણું મોટું છે. દરેક પ્રકારની લક્ઝરી તેના ઘરમાં જોવા મળે છે. તેના ઘરમાં ઘણા નોકરો કામ કરે છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp