ચૂપચાપ નોકરી અપાવી રહ્યો છે આ સાઉથનો અભિનેતા, એક લાખ યુવાનોને મળી ચૂકી છે નોકરી

PC: latestly.com

પોંડિચેરીના એક સામાજિક કાર્યકર્તાએ એક ખુલાસો કર્યો છે કે, અભિનેતા વિજય સેતુપતિએ ચૂપચાપ રાજ્યમાં એક લાખથી વધુ લોકોને રોજગારી અપાવવામાં મદદ કરી છે. આ કાર્યકર્તા વીરરાહવન, વલ્લલર વેલાઈ વૈપુ સેવા ઈયક્કમ નામની એક બિન-સરકારી સંગઠન ચલાવે છે. જે યુવકોને ફ્રીમાં રોજગાર સેવાઓ આપે છે અને તેમને માર્ગદર્શન પૂરું પાડે છે.

આ NGOએ પોંડિચેરી અને તામિલનાડુના ઘણા જિલ્લાઓમાં ઘણી કંપનીઓને કર્મચારી શોધવામાં મદદ કરી છે. વીરરાહવને શરૂઆતમાં વર્ષ 2016મા પાર્ટ-ટાઈમ ધોરણે લોકોની મદદ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેણે પોતે શરૂ કરેલા ત્રણ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી લોકોને રોજગાર શોધવામાં મદદ કરી, આમ 2019 સુધીમાં તેઓએ લગભગ 3,300 લોકોને સુરક્ષિત નોકરી અપાવવામાં મદદ કરી હતી.

તેઓની સેવા પર કોઈનું ધ્યાન નહીં ગયું, ત્યારે જ વીરરાહવનને 'નમ્મા ઉરુ હીરો' (આપણા ગામનો હીરો) નામના એક ટેલિવિઝન શોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા, જે શોના હોસ્ટ વિજય સેતુપતિ હતા. અને તેઓ વીરરાહવનની સેવાઓથી પ્રભાવિત થયા.

વીરરાહવન કહે છે કે શો પૂરો થયા પછી, વિજય સેતુપતિએ મને કહ્યું કે, તેઓ પૂર્ણ સમય માટે આ સેવા પૂરી પાડવામાં તેઓને થતી તમામ મદદ કરવા માટે પૂરી કોશિશ કરશે. તેમની વાત પર વિશ્વાસ કરીને વીરરાહવને પોતાની શિક્ષકની નોકરીમાથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો, જે કાર્યક્રમમાં વીરરાહવને ભાગ લીધો હતો, તે કાર્યક્રમ માર્ચ 2019મા એક લોકપ્રિય ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ પ્રસારિત થયાના તરત બાદ મને કર્મચારી અને યુવાનોને રોજગાર માટે શોધી રહેલી મોટાભાગની કંપનીઓએ ફોન કરવાના શરૂ કરી દીધા, જ્યારે મેં આ વાત તરફ વિજય સેતુપતિનું ધ્યાન આકર્ષિત કર્યું, તો તેણે તરત જ પોંડિચેરીમાં એક કાર્યાલયની સ્થાપના કરવામાં અને તેને ચલાવવા માટે લોકોની ભરતી કરવામાં મારી મદદ કરી. તમામ સરકારી નીતિ-નિયમોનું પાલન કરવામાં આવ્યું અને 'વલ્લલર વેલાઈ વૈપુ સેવઈ ઈયક્કમ'નામનું એક યોગ્ય સેવા સંગઠન અસ્તિત્વમાં આવી.

આ સાથે જ વિજય સેતુપતિ દ્વારા કરવામાં આવેલી મદદ કોઈ સાધારણ મદદ નથી, તેઓ દર મહિને મને અને મારા તમામ કર્મચારીઓને સમય પર પગાર ચૂકવે છે, જેને કારણે કર્મચારીઓની શોધ કરનારી કંપની અને રોજગારની શોધ કરી રહેલા યુવાનોને ફાયદો થયો છે. 20 માર્ચ 2022 સુધીમાં 1,00,133 શિક્ષિત યુવાઓએ અમારી સેવાઓનો લાભ લીધો છે અને તેઓને યોગ્ય રોજગાર મળ્યો છે. ખાનગી સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ વિશે માહિતી આપવા ઉપરાંત, આ NGO સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓની જાણકારી પણ આપે છે. આ સિવાય આ સંસ્થા દ્વારા એવા લોકોને પણ મદદ કરવામાં આવે છે કે, જે લોકો સ્વરોજગાર શરૂ કરવા માગતા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp