વિક્રાંતે 12th ફેઇલ મૂવીના શૂટિંગ માટે તડકામાં ચામડી બાળવી પડી હતી

PC: pragativadi.com

વર્ષ 2023ની સુપરહિટ ફિલ્મ '12વી ફેલ' ચર્ચામાં છે. 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 70.05 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હાલમાં જ વિક્રાંત મેસીએ આ ફિલ્મ બાબતે વાત કરતા એક રસપ્રદ ઘટનાનો ખુલાસો કર્યો છે. વિક્રાંત મેસીએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, તેણે આ રોલ માટે શું શું કર્યું. એટલું જ નહીં, વિક્રાંત મેસીએ વિધુ વિનોદ ચોપડાના ડિરેક્શનના વખાણ પણ કર્યા.

વિક્રાંતે 'GQ ઈન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેણે '12વી ફેલ' દરમિયાન મેકઅપનો ઉપયોગ કર્યો નહોતો. તેણે લગભગ દોઢ વર્ષ સુધી '12વી ફેલ' માટે તૈયારી કરી હતી અને શૂટિંગ શરૂ કરવા અગાઉ 3 મહિના સુધી વર્કશોપ્સ અટેન્ડ કર્યું હતું. જો કે, ટ્રેનિંગ કરતી વખત તેની સ્કીન સળગી ગઈ અને તે ડરી ગયો હતો. તેને લાગવા લાગ્યું કે, હવે તેણે થોડા અઠવાડિયા માટે શૂટિંગને આગળ વધારવું પડશે. વિક્રાંતે શેર કર્યું કે, જ્યારે તેની સ્કીન સળગી ગઈ હતી, ત્યારે તે ભાગતો ભાગતો વિધુ વિનોદ ચોપડા પાસે પહોંચ્યો હતો.

તેણે જણાવ્યું કે, ટ્રેનિંગ દરમિયાન તેની સ્કીન સળગી ગઈ. જ્યાં વિક્રાંત ગભગાઈ ગયો હતો, તો વિધુ વિનોદ ચોપડા ખુશ થઈ ગયા હતા. તેમણે વિક્રાંતને કહ્યું કે આ એક વરદાન છે અને હવે આપણને મેકઅપની જરૂરિયાત નહીં પડે. આપણે એવી જ રીતે શૂટ કરી શકીશું. વિક્રાંત મેસી લાંબા સમયથી એક્ટિંગ કરી રહ્યો છે. ટીવી સીરિયલથી લઈને વેબ સીરિઝમાં વિક્રાંત મેસી કામ કરી ચૂક્યો છે. વિક્રાંત મેસીને એ ઓળખ ન મળી, જેનો તે હકદાર હતો.

વિક્રાંત મેસીના કરિયર માટે ફિલ્મ '12વી ફેલ' હિટ સાબિત થઈ. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. આ ફિલ્મથી વિક્રાંતને ખૂબ પ્રશંસા મળી. આ ફિલ્મથી વિક્રાંતને એ ઓળખ મળી છે, જેનો તે હકદાર હતો. ફિલ્મની કહાની '12વી ફેલ', એ લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષ પર આધારિત છે, જે UPSC પ્રવેશ પરીક્ષા આપે છે. 12 વી ફેલમાં IPS અધિકારી મનોજ કુમાર શર્માની જિંદગી પર આધારિત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp