વિક્રાંતનો મોટો ભાઈ મુસ્લિમ, અભિનેતાએ કહ્યું- તેણે 17ની ઉંમરે સ્વીકાર્યો ઈસ્લામ

PC: patrika.com

અભિનેતા વિક્રાંત મેસી છેલ્લા કેટલાક સમયથી '12મી ફેલ'ના કારણે ચર્ચામાં છે. સર્વત્ર તેમના નામનો ડંકો વાગી રહ્યો છે. વિક્રાંત પાસે પણ ફિલ્મની ઓફરોની લાઈન લાગી ગઈ છે. આ દરમિયાન અભિનેતાએ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે, તેના ભાઈએ 17 વર્ષની ઉંમરે ઈસ્લામ કબૂલ કર્યો હતો. હવે તેનું નામ મોઈન છે. વિક્રાંત મેસીએ કહ્યું કે, તે એવા પરિવારમાંથી આવે છે જ્યાં ધર્મ અને જાતિને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. તેના પરિવારમાં જુદા જુદા ધર્મમાં માનવાવાળા લોકો રહે છે.

એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસીએ પરિવાર અને ધર્મ તેમજ મોટા ભાઈ મોઈન વિશે વાત કરી હતી. વિક્રાંતે જણાવ્યું કે, તેના પિતા ખ્રિસ્તી, માતા શીખ અને મોટો ભાઈ મુસ્લિમ છે. મોટા ભાઈનું નામ મોઈન છે અને તેણે 17 વર્ષની ઉંમરે ઈસ્લામ કબૂલ કર્યો હતો.

વિક્રાંત મેસીએ કહ્યું, 'મારા ભાઈનું નામ મોઈન છે અને મારું નામ વિક્રાંત છે. તમને થશે કે મોઈન નામ શા માટે? તેણે ઇસ્લામ કબૂલ કર્યો, મારા પરિવારે તેને તેનો ધર્મ બદલવાની મંજૂરી આપી. તેણે કહ્યું કે દીકરા, આમાં તને સંતોષ મળે તો આગળ વધ. તેણે 17 વર્ષની ઉંમરે ધર્મ પરિવર્તન કર્યું, જે એક મોટું પગલું છે. મારી માતા શીખ છે. મારા પિતા ખ્રિસ્તી છે અને ચર્ચમાં જાય છે. તે અઠવાડિયામાં બે વાર ચર્ચમાં જાય છે. નાનપણથી, મેં ધર્મ અને આધ્યાત્મિકતા વિશે ઘણી દલીલો અને ચર્ચાઓ સાંભળી અને જોઈ છે.'

જો કે તે એટલું સરળ રહ્યું નથી. વિક્રાંત મેસીએ જણાવ્યું કે, જ્યારે મોટા ભાઈએ ઈસ્લામ અંગીકાર કર્યો ત્યારે સંબંધીઓએ તેના પિતા પર સવાલ ઉઠાવ્યા હતા. વિક્રાંત મેસીએ કહ્યું, 'મારા નજીકના સંબંધીઓએ મારા પિતાને પ્રશ્ન કર્યો કે, તમે આ (ભાઈના ધર્મ પરિવર્તન)ને કેવી રીતે મંજૂરી આપી શકો છો. તેમણે કહ્યું કે, આ તેનું કામ નથી. તે મારો પુત્ર છે. તે ફક્ત મારા માટે જ જવાબદાર છે અને તેને જે જોઈએ તે પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ જોઈને મેં મારી શોધ શરૂ કરી અને વિચારવા લાગ્યો કે ધર્મ શું છે? આ માણસે બનાવેલી વસ્તુ છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંત મેસીના પિતાનું નામ જોલી અને માતાનું નામ મીના મેસી છે. વિક્રાંતે 2022માં શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં જ તેઓ એક પુત્રના માતાપિતા બન્યા. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત મેસી ટૂંક સમયમાં એકતા કપૂરની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે. આ સિવાય રાજકુમાર હિરાનીની વેબ સિરીઝ માટે પણ તેના નામની ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp