વિરાટ, હાર્દિક અને રાહુલે કેનેડિયન સિંગરને કર્યો અનફોલો, boAtએ લીધું આ એક્શન

PC: ndtv.com

કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પોતાના નિવેદનને લઈને લાઇમલાઇટમાં છે. તેમણે કેનેડાની સંસદમાં ખાલિસ્ટની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાનો આરોપ લગાવ્યો. તો ભારત-કેનેડાના વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતનો વિવાદિત નકશો અને ખાલિસ્તાનીને સ્પોર્ટ કરનાર કેનેડિયન પંજાબી ગાયક શુભનીત સિંહ પર પ્રખ્યાત ટેક કંપનીએ કાર્યવાહી કરી છે. ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAtએ કહ્યું કે, તેણે શુભનીત સિંહના ભારતમાં થનારા કાર્યક્રમની સ્પોન્સરશિપ પરત લેવાનો નિર્ણય લીધો છે.

મંગળવારે boAtએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર તેની જાહેરાત કરી. શુભના નામથી ફેમસ 26 વર્ષીય આ સિંગર 23 થી 25 સપ્ટેમ્બર સુધી મુંબઈના કાર્ડેલિયા ક્રૂઝ પર પરફોર્મ કરવાનો છે. દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા શહેરોમાં પરફોર્મન્સ સાથે દેશભરમાં તેનો પ્રવાસ નક્કી છે. સિંગરને મુંબઇમાં પોતાના નિર્ધારિત કાર્યક્રમ અગાઉ નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલે પણ તેને અનફૉલો કરી દીધો છે.

boAtએ શુભના કાર્યક્રમ બાબતે કહ્યું કે, અમે સૌથી પહેલા એક સાચા ભારતીય બ્રાન્ડ છીએ. એટલે જ્યારે અમને શુભ દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ બાબતે ખબર પડી તો અમે પ્રવાસથી પોતાની સ્પોન્સરશિપ પરત લેવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાયરલ પોસ્ટને શુભે ત્યારે શેર કરી, જ્યારે પંજાબ પોલીસ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ નામના ભાગેડુની શોધ કરી રહી હતી. ઉલ્લેખનીય છે ભારતે કેનેડાના સીનિયર ડિપ્લોમેટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

શુભ પર આ અગાઉ ખાલિસ્તાની અલગાવવાદીઓને સમર્થન કરવાનો આરોપ લાગ્યો હતો. તો થોડા દિવસ અગાઉ મુંબઇમાં ભારતીય યુવા મોરચા (BYJM)ના નેતાઓએ શુભના કાર્યક્રનો પ્રચાર કરતા પોસ્ટર હટાવી દીધા હતા. BJYMના અધ્યક્ષ તજિન્દર સિંહ તિવાનાએ કહ્યું કે, ખાલિસ્તાનીઓ માટે કોઈ જગ્યા નથી, જે ભારતની અખંડતા અને એકતાના દુશ્મન છે. ઉલ્લેખનીય છે કે શુભને ઓજી, એલિવેટેડ અને ચિક્સ જેવા સોંગ્સ માટે ઓળખવામાં આવે છે. વર્ષ 2021માં શુભે પોતાનું પહેલું સોંગ ‘વી રોલિન’ રીલિઝ કર્યું હતું, તેને યુટ્યુબ પર 206 મિલિયન કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેને ન માત્ર ભારતમાં, પરંતુ ભારતની બહાર પણ ઘણી જગ્યાએ પસંદ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp