નવો નથી વિવેક બિન્દ્રાનો વિવાદો સાથે સંબંધ, મોરબીના મુદ્દે માગી હતી માફી

PC: hindustantimes.com

પોતાની પત્નીને નિર્દયતાથી મારવાના સંગીન આરોપમાં ફસાયેલા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા આ પહેલી વખત વિવાદોમાં આવ્યો નથી. પોતાના વીડિયોમાં મોટી મોટી વાતો કરવાના ચક્કરમાં વિવેક બિન્દ્રા ઘણી વખત માફી માગી ચૂક્યો છે. વિવેકે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોરબી (ગુજરાત)ના ઉદ્યમીઓ પાસે માફી માગવી પડી હતી. વિવેક બિન્દ્રાની માફીની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ વિવેક બિન્દ્રાને પશ્ચિમ બંગાળ અને પંજાબના અકાલ તખ્ત પર પણ ટિપ્પણી કરવાની બાબતે માફી માગીને બચવું પડ્યું હતું. હાલની ઘટના બિન્દ્રા પર પોતાની પત્ની સાથે તાલિબાની વર્તન કરવા અને હિંસાનો આરોપ છે.

બિન્દ્રા પર આરોપ છે કે તેમણે પોતાની પત્નીના વાળ ઉખાડી નાખ્યા હતા અને એટલી મારી હતી કે પત્નીના કાનનો પડદો ફાટી ગયો હતો. આ નવી ઘટના પર વિવેક બિન્દ્રાના સાળાએ કેસ નોંધાવ્યો છે. FIR મુજબ, લગ્નના આગામી દિવસે એટલે કે 7 ડિસેમ્બરની સવારે વિવેક બિન્દ્રાની પોતાની માતા સાથે બહેસ થઈ રહી હતી. આ દરમિયાન તેની બહેને વચ્ચે બચાવ કર્યો તો વિવેકે મારામારી કરી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ મારમારીથી યાનિકાને ખૂબ ઇજા થઈ છે. તેને કાનમાં સંભળાઈ રહ્યું નથી. માથા પર પણ ઘા છે, જેની સારવાર ચાલી રહી છે. વિવેકની પત્નીના ભાઈએ પોતાના બનેવી વિકેટ વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર 126માં કેસ નોંધાવ્યો છે.

મોરબી મામલે પણ વિવેક બિન્દ્રાનું ગેર-જવાબદારીભર્યું વલણ સામે આવ્યું હતું. તેણે પોતાના એક વીડિયોમાં ગુજરાતના ટાઇલ્સ હબ મોરબી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ મોરબીની ટાઇલ્સને ખરાબ બતાવી હતી. આ વીડિયોમાં બિન્દ્રાએ કહ્યું હતું કે પહેલા બિલ્ડર તમને ઇટાલિયન ટાઇલ્સ દેખાડી દેશે અને પછી મોરબીની ખરાબ ટાઇલ્સ લગાવી દેશે. વિવેકના વીડિયોમાં આ કમેન્ટને લઈને તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. વીડિયો વાયરલ થવા અને પછી મોરબી ટાઇલ્સ ઉદ્યમીઓએ સંગઠન દ્વારા કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપવામાં આવતા વિવેક બિન્દ્રાએ પોતાની ભૂલ સ્વીકારવી પડી હતી.

સખત વિરોધ બાદ પોતાના ફેસબુક પેજ પરથી માફી માગીને વીડિયો હટાવવો પડ્યો હતો. મોરબીના સેરેમિક ટાઇલ્સ એસોસિસેશનના પદાધિકારીઓએ ત્યારે વિવેકને સખત ચેતવણી આપી હતી. મોરબીમાં ટાઇલ્સ બનાવનારી સેરેમિક ટાઈલ્સની દુનિયાભરમાં પ્રતિષ્ઠા છે. મોરબીથી દુનિયાના લગભગ 150 દેશોમાં ભારતની ટાઇલ્સ જાય છે. મોરબી દુનિયામાં લગભગ 40 ટકા ટાઈલ્સનું ઉત્પાદન થાય છે. મોરબી ટાઇલ્સ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 60 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp