વિવેક કંગના સાથે નથી કરી રહ્યો કોઈ ફિલ્મ, કહ્યું-'સ્ટાર નહીં, એક્ટર્સની જરૂર છે'

PC: twitter.com

કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો. મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોશી અભિનીત આ ફિલ્મ 200 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે, ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી પણ કરવામાં આવી હતી.

કંગના રણૌતે પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા હતા. તે જ સમયે, એવી પણ માહિતી મળી હતી કે કંગના એક નવા પ્રોજેક્ટ માટે વિવેક અગ્નિહોત્રી સાથે વાતચીત કરી રહી છે. બોલિવુડ હંગામાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિવેકે એક ફિલ્મ માટે કંગનાનો સંપર્ક કર્યો હતો અને તેમની કેટલીક મીટિંગ્સ પણ થઈ હતી, પરંતુ હવે આ અંગે વિવેક અગ્નિહોત્રીનું નિવેદન સામે આવ્યું છે.

વિવેક અગ્નિહોત્રીએ કંગના રણૌત સાથે ફિલ્મ સાઈન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેમની ફિલ્મોને સ્ટાર્સની જરૂર નથી. તેમને કલાકારોની જરૂર છે.

બોલિવુડ હંગામાના તાજેતરના અહેવાલ અનુસાર, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, 'મારી ફિલ્મોને સ્ટાર્સની જરૂર નથી. તેમને કલાકારોની જરૂર છે. 12 વર્ષ પહેલાં જ્યારે મેં મારી સફર શરૂ કરી ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મારી પોતાની પ્રકારની ફિલ્મો બનાવીશ અને હું ક્યારેય સ્ટાર આધારિત ફિલ્મ નહીં બનાવીશ. હું દ્રઢપણે માનું છું કે સિનેમા એ લેખક અને દિગ્દર્શકનું માધ્યમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp