'અમે કંટાળી ગયા છીએ, 'સૂર્યવંશમ' હજુ કેટલા વર્ષ જોવી પડશે?', યુઝરે કરી RTI
22 વર્ષ પહેલા રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' ઘણીવાર ટીવી પર દેખાય છે. આ ફિલ્મે પણ હવે TV પર ઘણી વખત ટેલિકાસ્ટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. હીરા ઠાકુર, રાધા, ગૌરી અને મેજર રણજીત જેવા ફિલ્મના અનેક પાત્રો લોકોની જીભ પર ચડી ગયા છે. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મ વિશે અવારનવાર ઘણા મીમ્સ અને જોક્સ શેર કરવામાં આવે છે.
જો કે, આપણે TV પર ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે, જેણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' જોઈ ન હોય. સૂર્યવંશમ એક એવી ફિલ્મ બની છે, જે ફ્લોપ હોવા છતાં સુપરહિટ સાબિત થઈ છે. મૂવી ચેનલ SET Max પાસે 'સૂર્યવંશમ'ના સેટેલાઇટ અધિકારો હતા અને આ ચેનલે ફિલ્મ એટલી બધી બતાવી કે SET Maxનું નામ પણ 'સૂર્યવંશમ' સાથે જોડાઈ ગયું. એવું કોઈ અઠવાડિયું નથી જ્યારે આ ફિલ્મ ટેલિકાસ્ટ ન થઈ હોય. દેશનું દરેક બાળક આ ફિલ્મની વાર્તાથી વાકેફ થઈ ગયું છે. જો કે સોશિયલ મીડિયામાં હવે આ ફિલ્મની મજાક ઉડી રહી છે. આ ફિલ્મ પર એક યુઝરે એક લેટર પણ લખ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ફિલ્મ વિશે એક યુઝરે એક પત્ર લખ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં લખ્યું છે, 'અમને આખી વાર્તા ખબર પડી ગઈ છે. હીરા ઠાકુર વિશે સારી માહિતી મળી છે. હવે અમે જાણવા માંગીએ છીએ કે આ ફિલ્મ SAT Max ચેનલ પર ક્યાં સુધી પ્રસારિત થશે.'
રજત કુમારના ફેસબુક યુઝરે આ પોસ્ટ શેર કરી છે. આ તસવીરને 34 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે આ તસવીર પર 1 હજારથી વધુ લોકોની કમેન્ટ જોવા મળી છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, 'રાધા હજુ નોકરી પર છે કે નિવૃત્ત થઈ ગઈ છે, આ પણ તમારા પ્રાર્થના પત્રમાં ઉમેરો.' કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, 'હવે મારો પુત્ર પણ બસ ખરીદવાનું કહી રહ્યો છે.'
સૂર્યવંશમ એ ભારતીય મૂવી ચેનલ પર સૌથી વધુ પ્રસારિત મૂવી છે. આ ફિલ્મને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. ફિલ્મના 18 વર્ષ પૂરા થવા પર અમિતાભ બચ્ચને પોતે ટ્વિટ કરીને ફિલ્મના વખાણ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp