આ વિકેન્ડ જોઈ શકો છો રોમાન્ચ, એકશન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મો અને વેબ સીરિઝ

PC: sonyliv.com

દર વખતની જેમ આ વખત પણ અમે તમારા માટે લિસ્ટ સાથે હજાર છીએ. આ વિકેન્ડ જો તમે કંઈક ફની, એક્શનથી ભરપૂર અને ડ્રામા-રોમાન્સ જોવા માગો છો તો OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મો અને વેબ સીરિઝ જોઈ શકો છો. ચાર્લી ચોપડાની પણ એક વેબ સીરિઝ છે, જેને તમે સોની લિવ પર જોઈ શકો છો. નીના ગુપ્તા અને વામિકા ગબ્બી આ સીરિઝમાં લીડ રોલમાં નજરે પડી રહ્યા છે. આ સસ્પેન્સિવ થ્રીલર વેબ સીરિઝ છે. અમેઝોન પ્રાઇમ પર તમે વેબ સીરિઝ ‘હૉસ્ટેલ ડેસ’ પણ જોઈ શકો છો.

તેની નવી અને ફાઇનલ સીઝન 4 આવી છે. આ કહાની એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની છે, જેમનું અંતિમ વર્ષમાં પ્લેસમેન્ટ હોય છે. નેટફ્લિકસ પર કરીના કપૂર ખાન, જયદીપ અને વિજય શર્માની ફિલ્મ ‘જાને જાન’ પણ રીલિઝ થઈ ચૂકી છે. તેમાં એક છૂટાછેડા થયેલી એક્ટ્રેસની કહાની દેખાડવામાં આવી છે, જે પોતાના ગેંગસ્ટર પતિની હત્યા કરી દે છે. એક પાડોશી તેને કેવી રીતે બચાવે છે, ક્લાઇમેક્સ રસપ્રદ છે.

જો તમે હોલિવુડ જોવાના શોખીન છો તો તમે નેટફ્લિકસ પર ‘લવ અગેન’ પણ જોઈ શકો છો. પ્રિયંકા ચોપડા તેમાં લીડ રોલમાં નજરે પડી રહી છે જે એક આર્ટિસ્ટનો રોલ પ્લે કરી રહી છે. ફિલ્મમાં તેના બોયફ્રેન્ડનું અકસ્માતમાં મોત થઈ જાય છે, જેમાંથી નીકળવામાં તેને 2 વર્ષ લાગે છે. અચાનક તેના ફોનના મેસેજના માધ્યમથી મુલાકાત થાય છે, એક સ્ટ્રેન્જથી, જેનાથી તેમને ફરી પ્રેમ થઈ જાય છે. હોલિવુડની વેબ સીરિઝ ‘સેક્સ એજ્યુકેશન’ની નવી સીઝન આવી ચૂકી છે.

8 એપિસોડની આ સીઝન ખૂબ જ શાનદાર છે, પરંતુ તમને તેમાં ઘણી વસ્તુઓમાં શીખવાનું પણ મળશે. તમે તેને નેટફ્લિકસ પણ જોઈ શકો છો. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર વેબ સીરિઝ આવી છે ‘કાલા’ ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડર, તેના પર થયેલા યુદ્ધ પર આધારિત આ વેબ સીરિઝ પણ તમે જોઈ શકો છો. પરંતુ તેમાં તમને એક્શન વધુ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp