પુત્ર બાબિલ પિતા ઈરફાન ખાન પાસેથી શું શીખ્યો? કહ્યું- માનવતા વિના અભિનય નથી થતો

PC: aajtak.in

OTT સ્ટાર્સનો મહાકુંભ શરૂ થઈ ગયો છે. આ વખતે 'સાહિત્ય આજતક 2023'માં 'ધ રેલ્વે મેન'ની સ્ટાર કાસ્ટ આવી હતી. દરેક વ્યક્તિએ તેમના પાત્ર વિશે અને તેમના અંગત જીવન વિશે થોડી વાત કરી હતી. ખાસ કરીને ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન. બાબિલે કહ્યું કે તે નેપૉટીઝ્મના ગ્રે એરિયામાં છે. તેઓ લોકો પાસે કામ માંગે છે. ઓડિશન આપવા જાય છે. સાથે જ, લોકો તેને માત્ર પાપા ઈરફાનના નામ પર કામ જ નથી આપતા. પરંતુ, તેમને એ કામ કમાવવું પડે છે.

ઓડિયન્સમાં બેઠેલા એક દર્શકે તેમને પૂછ્યું કે, બાબિલ, તમે અવારનવાર સોશિયલ મીડિયા પર પાપા ઈરફાનની ડાયરીના કેટલાક પાના અને યાદો શેર કરો છો. તેની ડાયરીમાંથી તમે જીવનમાં શું શીખ્યા? આ અંગે બાબિલે કહ્યું કે, જ્યારે મેં પાપાની ડાયરી વાંચી ત્યારે મને ત્યાંથી એક જ વાત શીખવા મળી કે, માનવતા વગર અભિનય નથી થતો. જો તમારે કાર્ય કરવું હોય તો તમારે પહેલા તમારી અંદર બીજા માટે માનવતા કેળવવી પડશે.

'સાહિત્ય આજ તક 2023'ના મંચ પર માત્ર બાબિલે જ પોતાના અનુભવો જ નહીં, પણ મંચ પર અભિનેતા KK મેનન, દિવ્યેન્દુ અને 'ધ રેલ્વે મેન'ના દિગ્દર્શક અને લેખક પણ હાજર હતા. દરેક વ્યક્તિએ વેબ સિરીઝમાં તેમના પાત્રો વિશે વાત કરી. KK મેનને કહ્યું કે, જ્યારે તેની પાસે સ્ક્રિપ્ટ આવી તો તેને વાંચીને લાગ્યું કે આ સ્ટોરી ઘણી સારી છે. આના પર કામ કરવું જોઈએ. ત્યારપછી જ્યારે તે ડિરેક્ટર શિવ રાવૈલને મળ્યો તો તેની પર્સનાલિટી જોઈને લાગ્યું કે તે ઉંમરમાં ખૂબ નાનો છે. તેનાથી શું કઈ થઇ શકશે? પરંતુ જ્યારે અમે વાત કરી તો એવું લાગ્યું કે તેનો આધાર એકદમ મજબૂત છે. શિવ સાથે બે દિવસ કામ કર્યા પછી, હું સમજી ગયો કે કંઈક એકદમ સારું થવાનું છે.

દિવ્યેન્દુ ઉર્ફે 'મુન્ના ભૈયા'એ 'ધ રેલ્વે મેન'માં ચોરની ભૂમિકા ભજવી છે. તેઓ પ્લેટફોર્મ પર ચોરી કરવા જાય છે ત્યારે ગેસ લીક થવાની ઘટના બને છે. આવી સ્થિતિમાં, તેઓ ચોરી કરવાનું ભૂલી જાય છે અને લોકોનો જીવ બચાવવા લાગે છે. આ પાત્રમાં આવવા અંગે દિવ્યેન્દુએ કહ્યું કે, જ્યારે પણ હું પડદા પર કોઈ પાત્ર ભજવું છું ત્યારે હું તેના વિશે વધારે વિચારતો નથી. હું તેને પ્રેક્ષકો પર છોડી દઉં છું. જો તેમને મને સ્વીકારવો જ હશે તો તેઓ મને એ સ્વરૂપે સ્વીકારશે, નહીં તો નહીં. મારા માટે આ પાત્ર બીજા બધા પાત્રો કરતા તદ્દન અલગ હતું. અનુભવ ઘણો સારો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, 'ધ રેલ્વે મેન'નું ડિરેક્શન શિવ રાવૈલે સંભાળ્યું છે. વર્ષ 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી, જ્યારે તેનો જન્મ પણ નહોતો થયો. પરંતુ આવી વાર્તા પર કામ કરવું શિવ માટે મોટી વાત હતી. ઘણા રિસર્ચ પછી તેણે તેને સ્ક્રીન પર લાવવાનું નક્કી કર્યું. શિવે આ વેબ સીરિઝથી ડાયરેક્શનમાં ડેબ્યૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp