રાત્રે સૂતા પહેલા શું કરે છે રાહા? આલિયાએ દીકરી વિશે કહ્યું- રોજ 2-3 વાર તો...
આલિયા ભટ્ટ આજકાલ તેની આગામી ફિલ્મ આલ્ફાને લઈને ચર્ચામાં છે. જ્યારે, અભિનેત્રી તેની પુત્રીની સંભાળ રાખવામાં પણ વ્યસ્ત રહે છે. રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પછી, અભિનેત્રીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો, જેનું નામ રાહા કપૂર છે. રણબીર અને આલિયા તેમની દીકરી રાહાને ખૂબ જ પ્રેમથી ઉછેરી રહ્યા છે. આલિયા રાહાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરતી રહે છે, જ્યારે રાહાને પેપ્સ દ્વારા પણ ઘણી વખત સ્પોટ કરવામાં આવે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આલિયાએ રાહા વિશે ખુબ પ્રેમભરી વાતો કરી હતી અને જણાવ્યું હતું કે, તે દરરોજ તેની પુત્રી માટે શું કરે છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. તે માત્ર એક વર્ષની જ છે, પરંતુ જો તમે તેને પુસ્તક વાંચીને સંભળાવો, તો તે આરામથી સૂઈ જાય છે. હાલમાં જ આલિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે કે રણબીર રાહાને રોજ રાત્રે 2-3 પુસ્તકો વાંચી ને સંભળાવે નહીં ત્યાં સુધી તે ઉંઘતી નથી. રાહાને પુસ્તકો ખૂબ જ ગમે છે. આટલું જ નહીં, દરરોજ રાત્રે રાહા તેના પુસ્તકોને ગળે લગાવીને પછી સૂઈ જાય છે.
મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં આલિયા ભટ્ટે કહ્યું, હું રાહાને દરરોજ 2-3-4 પુસ્તકો વાંચીને સંભળાવું છું. ઘણી વખત અમે તેને બીજા વધુ પુસ્તકો વાંચીને સંભળાવીએ છીએ, તે પણ દરરોજ રાત્રે. કોઈ એવી રાત જતી નથી જ્યારે અમે રાહાને પુસ્તક વાંચીને સંભળાવ્યું ન હોય. આ અમારો નિત્યક્રમ છે. એવી કોઈ રાત રહી નથી જે અમે ચૂકી ગયા હોય. ઘણી વખત તો, બપોરે પણ, જ્યારે હું રાહાને સુવડાવવા માટે જાવ છું, ત્યારે હું તેને એક પુસ્તક વાંચીને સંભળાવું છું.
'હું કે રણબીર રાહાને પુસ્તક વાંચીને સંભળાવીએ તો તરત જ તે સૂઈ જાય છે. ઘણી વખત રાત્રે તે તેના પુસ્તકોને ગળે લગાવીને સૂઈ જાય છે.' અહીં તમને જણાવી દઈએ કે, આલિયાએ થોડા દિવસો પહેલા જ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું છે, જે તેણે બાળકો માટે લખ્યું છે.
થોડા સમય પહેલા એક મીડિયા વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે, એક માતા તરીકે તેણે હંમેશા તેના પેરેન્ટિંગ પર વિશ્વાસ કર્યો છે. તેણે કહ્યું હતું કે, 'જ્યારે મેં એક અભિનેત્રી અને માતા તરીકે જે વારસાની કલ્પના કરી હતી, ત્યારે મને નથી લાગતું કે મારા તરફથી તેની ગણતરી કરવામાં આવી હોય. એક માતા તરીકે હું જે પસંદગીઓ કરું છું, તે પણ મારા બાળક માટે, શ્રેષ્ઠ શું છે તે વિશે ખૂબ જ સાહજિક છે. દરેક બાળક પોતાના વ્યક્તિત્વ સાથે જન્મે છે. તેથી, માતા-પિતા તરીકે, તમારે તેમનું પાલન-પોષણ અને સંભાળ રાખવાની અને તમારા બાળકોને તેમના પોતાના પગ પર ઊભા થવા દેવાની જરૂર છે. મને નથી લાગતું કે હું ઇચ્છું છું કે, રાહા ક્યારેય પોતાનું એવું વર્ઝન બને કે જેમાં તે વધુ આરામદાયક અનુભવતી ન હોય.'
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયાએ તેની આગામી ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર લોન્ચ કર્યું છે. આમાં આલિયા શર્વરી વાઘ સાથે જોવા મળશે. YRF યુનિવર્સની આ ફિલ્મમાં એક્ટ્રેસની એક અલગ જ સ્ટાઈલ જોવા મળશે. આશા છે કે આલિયા અને શર્વરીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. શર્વરીને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ દરમિયાન રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તે સખત તાલીમ લઈ રહ્યો છે. આ ઉપરાંત તે પોતાના શરીર પર પણ કામ કરી રહ્યો છે.
થોડા સમય પહેલા આ ફિલ્મમાંથી રણબીરનો લુક સામે આવ્યો હતો. આ પછી, જ્યારે નિર્માતાઓને આ વિશે ખબર પડી, ત્યારે તેઓએ સેટ પર 'નો ફોન' નીતિ લાગુ કરી. રણબીર સાથે આ ફિલ્મમાં સાઈ પલ્લવી જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp