ફિલ્મોમાં સ્ટાર્સ જે શાનદાર કપડા પહેરે છે, શું તમે વિચાર્યું પછી તે જાય ક્યા છે?

PC: gstatic.com

ફિલ્મોને સમાજનો અરીસો ગણવામાં આવે છે. પણ મોટેભાગે ફિલ્મો હકીકતોથી પરે હોય છે. એ જ કારણ છે કે કલાકારો ફિલ્મોમાં શાનદાર પરિધાનોમાં જોવા મળે છે. જે સામાન્ય નાગરિકે જોયા જ હોતા નથી. એમાંથી મોટાભાગના પરિધાનો ઐતિહાસિક ફિલ્મોના હોય છે. પણ મસાલા ફિલ્મોમાં પણ અજીબ સ્ટાઈલના વોડરોબ જોવા મળે છે. પણ શું તમે વિચાર્યું છે કે, જ્યારે જે-તે ફિલ્મોનું શૂટિંગ પૂરુ થયા બાદ તે ફિલ્મોના આઉટફિટનું થાય છે શું?

યશરાજ ફિલ્મની સ્ટાઈલિસ્ટ આયશા ખન્નાએ જણાવ્યું હતું કે, આમાંથી મોટાભાગના પરિધાનોને સાચવીને મૂકી દેવામાં આવે છે. અને તેના પર ફિલ્મના નામનું લેબલ લગાવી દેવામા આવે છે. ત્યારબાદ આ પરિધાનોને મિક્સ મેચ કરીને જૂનિયર કલાકારોને અન્ય ફિલ્મોમાં પહેરાવવામાં આવે છે. જોકે, એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે દર્શકોને ખબર ન પડે કે ડ્રેસ અન્ય કોઈ ફિલ્મમાં આગળ પહેરવામાં આવ્યો છે.

જોકે, દરેક ડ્રેસની સાથે આવું કરવામાં આવતું નથી. અમુક ખાસ ડ્રેસ એવા પણ હોય છે જે તેમના માટે યાદગાર હોય છે. માટે તેઓ પોતાની પાસે પણ રાખી લે છે. બોલિનુડમાં ઘણાં સ્ટાર્સ એવા છે જેમને ફિલ્મ પ્રત્યે ખાસ લાગણી હોવાને કારણે તેની યાદગીરીના રૂપમાં ફિલ્મમાં પહેરેલા ડ્રેસ પોતાની પાસે રાખી લે છે.

એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ હાઈપ્રોફાઈલ સેલિબ્રિટી ડિઝાઈનર કોઈ ફિલ્મ માટે ડ્રેસ ડિઝાઈન કરે છે તો તેઓ ફિલ્મ પૂરી થયા પછી તેમણે ડિઝાઈન કરેલા ડ્રેસ પરત લઈ લેતા હોય છે. દેવદાસ અને બોમ્બે વેલવેટમાં પણ કલાકારોએ પહેરેલા કપડાને તેમના જે-તે ડિઝાઈનરોએ પરત લઈ લીધા હતા.

 આ ઉપરાંત અમુક ડ્રેસીસની નીલામી પણ કરવામાં આવે છે. જેથી તેના દ્વારા ચેરિટી માટે પૈસા એકત્રિત કરી શકાય. તમને જણાવી દઈએ કે ફિલ્મ રોબોટમાં એશ્વર્યા રાય અને રજનીકાંત દ્વારા પહેરેલા પરિધાનોનું એક સંસ્થા માટે પૈસા એકત્રિત કરવાના હેતુથી ઓનલાઈન ઓક્શન કરવામાં આવ્યું હતું.

જોકે, હવે તો બોલિવુડની અદાકારાઓ પોતાના અંગત જીવનમાં પહેરેલા ડિઝાઈનર ડ્રેસીસનું પણ ઓનલાઈન ઓક્શન કરે છે. તેઓ કોઈ સ્પેશ્યિલ કારણ માટે આ રીતનું ઓક્શન કરે છે. જેમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp