મિસ યુનિવર્સ હરનાઝ સંધુનું આ અજીબ રોગના કારણે વધી રહ્યું છે વજન

PC: informalnewz.com

મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ  પોતાના વધતા વજનને લઈને ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. જોકે,  પંજાબી કુડી પહેલા પણ ઘણા કારણોસર ચર્ચામાં રહી છે પરંતુ, આ વખતે તે બોડી શેમિંગનો શિકાર બની ગઈ છે. તેણે હાલમાં જ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું. ત્યારબાદ જ્યારે આ શોનો ફોટો વાયરલ થયો તો લોકોએ તેના વધતા વજનને લઈને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. હવે હરનાઝે પોતાના વધતા વજનની પાછળનું કારણ જણાવ્યું છે. તેણે જણાવ્યું છે કે, લોકો તેના વજનને લઈને ઘણા પ્રકારની ખોટી માહિતી શેર કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે, ઘણા લોકો નથી જાણતા કે મને ગ્લૂટેનથી એલર્જી છે અને મને સીલિએક રોગ છે. હરનાઝને આ રોગ જન્મથી છે. તેને એક ખાસ પ્રકારના પ્રોટીની એલર્જી છે, જે ઘઉં, જવ અને રાઈમાં ભરપૂર માત્રામાં મળી આવે છે.

આ રોગના કારણે હરનાઝ ઘઉંના લોટની રોટલી પણ નથી ખાઈ શકતી. આ બીમારીમાં જાગૃતતા ના હોવાના કારણે જ્યાં સુધી આ બીમારી પોતાની અંતિમ અવસ્થામાં ના પહોંચી જાય ત્યાં સુધી ઘણા લોકોને તે અંગે જાણ જ નથી થતી. તમે પણ જાણી લો આ રોગ વિશે.

 

View this post on Instagram

A post shared by Miss Universe (@missuniverse)

સીલિએક રોગ શું છે?

સીલિએક રોગ એક ઓટોઈમ્યૂન સ્થિતિ છે, જેમા પ્રભાવિત વ્યક્તિની પોતાની પ્રતિરક્ષા પ્રણાલી શરીર વિરુદ્ધ કામ કરે છે. આ ઓટોઈમ્યૂન પ્રતિક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ ગ્લૂટેન ખાય છે. સીલિએક રોગથી કુપોષણ, હાડકાંના ઘનત્વમાં ઉણપ, પ્રજનન સંબંધી સમસ્યા, તંત્રિકા સંબંધી રોગ અને ક્યારેક-ક્યારેક કેન્સર પણ થઈ જાય છે.

View this post on Instagram

A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03)

તેના લક્ષણો

સીલિએક રોગના લક્ષણોમાં ડાયરિયા, કબજિયાત, પગમાં સુન્નતા, માસિક ધર્મ ઓછું આવવુ, એનીમિયા, વાંઝિયાપણું, ઓસ્ટિયોપોરોસિસ, દાંતનું મલિનિકરણ, પેટમાં દુઃખાવો, સોજા, માંસપેશિઓમાં દુઃખાવો, સાંધામાં દુઃખાવો અને ખંજવાળ વગેરે સામેલ છે.

હરનાઝે હાલમાં કહ્યું હતું કે, પહેલા તેની પાતળાપણાને લઈને મજાક ઉડાવવામાં આવતી હતી અને હવે વધતા વજનના કારણે. મારા સીલિએક રોગ વિશે કોઈ નથી જાણતું. હું ઘઉંનો લોટ અને ઘણી અન્ય વસ્તુઓ નથી ખાઈ શકતી. 

View this post on Instagram

A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03)

તમને આ રોગ છે તે અંગે કઈ રીતે જાણકારી મળશે?

જો તમે લાંબા સમય સુધી ફૂલેલું શરીર, કબજિયાત, પેટ ખરાબ, કારણ વિના વજન ઘટવાનો અનુભવ કરી રહ્યા હો તો તમારે તમારા ભોજનની તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટર સાથે સંપર્ક કરવો જોઈએ. વિશેષજ્ઞોનું કહેવુ છે કે, સીલિએક રોગ આનુવંશિક છે, જેનો અર્થ છે કે જો તમારા પરિવારમાં કોઈને આ રોગ હશે, તો તમને રોગ થવાની સંભાવના વધુ છે. સીલિએક રોગ ઉંમર અને લિંગની પરવાહ કર્યા વિના તમામને પ્રભાવિત કરે છે. અધ્યયનો અનુસાર, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ રોગ વધુ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp