મહારાજ લાયબલ 1862 કેસ શું છે? જેના પર બનેલી ફિલ્મ વિવાદમાં સપડાઇ ગઇ છે
મહારાજ લાયબલ કેસ 1862 પર આધારિત યશરાજની ફિલ્મ ‘મહારાજ’ વિવાદોમાં સપડાઇ ગઇ છે. આમિર ખાનના પુત્ર જુનેદની આ ફિલ્મ નેટફ્લિક્સ પર 14 જૂને સ્ટ્રીમીંગ થવાની હતી, પરંતુ વૈષ્ણવ સમાજના વિરોધને કારણે ગુજરાત હાઇકોર્ટે સ્ટે મુકી દેતા ફિલ્મ રીલિઝ થઇ શકી નથી.
મહારાજ લાયબલ 1862 કેસ એ વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલા અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો કેસ હતો જે 25 જાન્યુઆરી 1862થી 22 એપ્રિલ 1862 સુધી ચાલ્યો હતો.
મુંબંઇના એક પત્રકાર અને સમાજ સુધારક કરસન મુળજીએ વલ્લભ સંપ્રદાયના મહારાજો વિશે પોલ ખોલવા માંડી હતી. વલલ્ભ સંપ્રદાયના મહારાજો વ્યાભિચાર કરતા અને ભક્તો પાસેથી દબાણ કરીને પૈસા પડાવતા એવો આરોપ કરસન મુળજી પોતાના લેખમાં લગાવતા હતા. તેમણે એવું પણ લખેલું કે મહારાજો જે પાન થુંકતા હતા તે પણ ભક્તો ખાઇ જતા હતા અને લગ્નના પહેલા દિવસે નવોઢાને મહારાજ પાસે રાત્રે મોકલી આપવામાં આવતી હતી આવી બધી વાતો કરશન મુળજીએ લખી હતી.
તેને કારણે સુરતના ગાદીપતિ મહારાજ જદુનાથ બ્રિજરત્ન મુંબઇ ગયા હતા અને તેમણે કરસન મુળજી સામે કોર્ટમાં 50000 રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો. એ કેસ મહારાજ લાયબલ 1862 તરીકે જાણીતો બન્યો હતો. જોકે કોર્ટે કરસન મુળજીને 22 એપ્રિલ 1862ના દિવસે નિદોર્ષ જાહેર કરી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp