દાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નહીં ખબર હોય આ સવાલનો જવાબ

PC: sg.style.yahoo.com

દાંડિયા અને ગરબા બંને ગુજરાતી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. સામાન્ય રીતે આ બંને નવરાત્રીના તહેવાર સાથે જોડાયેલા છે, જેમાં એક તરફ લોકો મા અંબાની આવવાની ખુશી મનાવે છે તો બીજી તરફ અસત્ય પર સત્યના વિજયનો આનંદ હોય છે. પહેલી નજરે જોઈએ તો દાંડિયા અને ગરબા બંને એકસરખા જ લાગે છે, પણ આ બંનેની શૈલી, લય અને લેવાના પ્રસંગો અલગ-અલગ છે. આ બંને સાથે જોડાયેલી કથાઓ કહે છે કે આ બંનેની સાથે જુદી-જુદી ભાવનાઓ જોડાયેલી છે. તો ચાલો વિસ્તારથી સમજીએ કે દાંડિયા અને ગરબામાં શું અંતર છે.

દાંડિયા શું છે ?

દાંડિયા મા દુર્ગા અને મહિષાસુર વચ્ચેના યુદ્ધનું પ્રતિક છે. દાંડિયાની રંગીન દાંડી માતાની તલવારનું પ્રતિનિધિત્વ કરે છે. જે લોકો દાંડિયા કરવાનું જાણે છે તેઓ આંખોના એક્સપ્રેશનની સાથે કરે છે. જેમાં મા દુર્ગાનું રૂપ સમજી આખા યુદ્ધની તમે કલ્પના કરી શકો છો. દાંડિયા હંમેશા સાંજે મા દુર્ગાની આરતી પછી જ કરવામાં આવે છે આમાં સ્પર્ધકોની સમાન સંખ્યાની જરૂર હોય છે.

ગરબા શું છે ?

ગરબા મા દુર્ગાના આગમનની ખુશી અને એક ભક્તિપૂર્ણ અપીલ છે. ગરબા ભજનોના મધુર સંગીતની સાથે કરવામાં આવે છે. જો કે ગરબા મા અંબાની આરતી પહેલા લેવામાં આવે છે. માતા પ્રત્યે શ્રદ્ધા વ્યકત કરવા ભક્તો ગરબા લેવા એકઠા થાય છે. આમાં હાથ અને પગને એક લયબદ્ધ સંગીતની સાથે તાળી વગાડતા ગોળ ચક્કરમાં ચાલે છે. ગરબા જીવનની ગોળાકાર ગતિ અને જીવન ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે.

તો આ દાંડિયા અને ગરબા સાથે જોડાયેલી કથાઓ હતી. આ બંને દેવી દુર્ગાના ભાવ દર્શાવા માટેની કળા છે. જેને સમજી તમે પણ આ નવરાત્રીનો ખૂબ આનંદ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp