શું સાચ્ચે જ? દયાબેન 7 વર્ષ પછી 'TMKOC'માં આવી રહી છે, આ એક્ટરે કર્યો ખુલાસો

PC: hindi.asianetnews.com

લોકપ્રિય TV શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ચર્ચામાં છે. જેમાં દયાબેનની જગ્યા છેલ્લા સાત વર્ષથી ખાલી હતી જે હવે ભરવામાં આવનાર છે. આ શોમાં દયાબેન એન્ટ્રી કરી રહ્યાં છે અને આ શોની એક્સ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ એવું જણાવ્યું છે.

'દયાબેન... દયાબેન, તમે ક્યારે આવો છો... તમે ક્યારે આવો છો?' જો તમે પણ છેલ્લા 7 વર્ષથી આ જ ગીત ગાતા હોવ તો હવે બંધ કરવું પડશે. કારણ કે તમારી આતુરતાનો હવે અંત આવવાનો જ સમજો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનના રોલમાં દિશા વાકાણી નહીં, પરંતુ એક નવી દયાબેન આવી રહી છે. નિર્માતા અસિત મોદીએ ચાહકોને ઘણા વચનો આપ્યા હતા, જે પાછળથી ઘણી વખત તોડી પણ નાખવામાં આવ્યા હતા. જેના કારણે લોકોએ હવે આશા છોડી પણ દીધી હતી. પરંતુ હવે કદાચ આવું નહીં થાય.

હકીકતમાં, જેનિફર મિસ્ત્રી, કે જેણે આ શો છોડી દીધો છે. તેણે ખુલાસો કર્યો છે કે, ટૂંક સમયમાં જ શોમાં દયાબેનના પાત્રની એન્ટ્રી થશે, જે દિશા વાકાણીની જગ્યાએ જોવા મળશે. અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જણાવી રહી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી જે અભિનેત્રીને આ રોલ કરવા માટે બોલાવવામાં આવી હતી, તે હવે આવવાની છે. જો કે તે ઉંમરમાં નાની હોવાને કારણે તેના નામની મંજૂરી મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.

જેનિફર મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, તે છોકરી જ દયાબેન છે. તેને દિલ્હીથી મુંબઈ બોલાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેનું ઓડિશન લઇ રહ્યા છે. તે ખૂબ જ નાની છે. કદાચ 28-29 વર્ષની ઉંમર હશે. આવી સ્થિતિમાં તેમની અને જેઠાલાલ વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત દેખાઈ જશે. તેણે દરેક સાથે અલગ-અલગ મૉક શૂટ પણ કર્યા છે. તૈયારીઓ ચાલી રહી છે. બસ, હવે તે ક્યારે આવશે તેની ખબર નથી. જેનિફરે તેનું નામ તો જાહેર કર્યું નથી. પરંતુ તેણે એ કન્ફર્મ કર્યું છે કે, હવે તમારે વધુ રાહ જોવી પડશે નહીં.

જો તમને યાદ હોય તો, દિશા વાકાણીએ પ્રેગ્નન્સીના કારણે શો છોડી દીધો હતો. જો કે તેની વાપસી અંગે અટકળો ચાલી રહી હતી. પરંતુ આવું ન થયું અને આ બનાવને પુરા 7 વર્ષ લાગી ગયા. તેણે શ્રોતાઓનું ખૂબ મનોરંજન કર્યું અને આવી સ્થિતિમાં લોકો તેની જગ્યાએ અન્ય કોઈને જોઈ શકશે નહીં, કારણ કે તેની બોલવાની રીત, અને બોલવાનો લહેકો સંપૂર્ણપણે અલગ હતો. કદાચ તેથી જ આવી જ અભિનેત્રીને શોધવામાં સમય લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp