‘ધોની સાથે મારા સંબંધ..’, કેપ્ટન કૂલ સાથે અફેર પર એક્ટ્રેસે તોડ્યું મૌન

PC: https://x.com/iamlakshmirai

મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક તો બધાએ જોઇ જ હશે, તો પ્રિયંકા ઝા અને સાક્ષી બાબતે પણ બધાને ખબર છે. પરંતુ શું તમને માહી સાથે જોડાયેલી આ એક્ટ્રેસનું નામ ખબર છે? ધોનીનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાઇ ચૂક્યું છે. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમના શાનદાર કેપ્ટનોમાંથી એક રહ્યો છે. ધોની જેટલો પોતાની રમત માટે જાણીતો છે એટલો જ તે લવ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. લગ્ન અગાઉ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને સાઉથ એક્ટ્રેસ લક્ષ્મી રાયના અફેરની ખૂબ ચર્ચાઓ હતી, જેના પર પહેલી વખત એક્ટ્રેસે મૌન તોડ્યું છે.

લક્ષ્મી રાય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પહેલી સીઝન 2008માં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી. આ દરમિયાન એક્ટ્રેસ લક્ષ્મી રાય અને મહેન્દ્ર સિંહ ધોનીની મૂલકાતોનો દોર પણ વધ્યો હતો. તેમના સંબંધ ક્યારે શરૂ થાય અને ક્યારે ખતમ, એ કોઇને ખબર નથી. પોતાના આ સંબંધ બાબતે મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય ખૂલીને બોલ્યો નથી, પરંતુ કહેવામાં આવે છે કે બ્રેકઅપ બાદ લક્ષ્મી રાયે પોતાના એક ઇન્ટરવ્યૂમાં ધોની સાથે પોતાના સંબંધને ‘ડાઘ’ ગણાવ્યા હતા અને ખૂલીને વાત કરી હતી.

લક્ષ્મી રાયે વર્ષ 2014માં મહેન્દ્ર સિંહ ધોની અને પોતાના સંબંધો અને બ્રેકઅપને લઇને ખૂલીને વાતચીત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતું કે મને વિશ્વાસ થઇ ગયો કે મહેન્દ્ર સિંહ ધોની સાથે મારો સંબંધ ડાઘ કે નિશાનની જેમ હતા. મને ખબર હતી કે એ લાંબા સમય સુધી જવાનો નથી. મને વિચારીને આશ્ચર્ય થાય છે કે લોકોના મનમાં અત્યારે પણ આ વાત પર ચર્ચા કરવાનો સમય છે. ધોની બાદ પણ હું 3-4 રિલેશનશીપમાં રહી, પરંતુ તેના પર કોઇએ ધ્યાન ન આપ્યું.

ધોની અને રાય લક્ષ્મી ઘણી વખત એક સાથે નજરે પડી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે ધોનીનો પહેલો પ્રેમ પ્રિયંકા ઝા નામની છોકરી હતી, જેનું એક અકસ્માતમાં મોત થઇ ગયું હતું. તો ફરી એક વખત લક્ષ્મીએ ફિલ્મ ‘જૂલી 3’ના પ્રમોશન દરમિયાન કહ્યું કે, અમે બંનેએ ન ક્યારેય કોઇ પ્રકારની કમિટમેન્ટ કરી હતી અને ન તો ક્યારેય લગ્ન બાબતે વિચાર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp